‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માં નવા નટુકાકા તરીકે કિરણ ભટ્ટની એન્ટ્રી

02 July 2022 12:36 PM
Entertainment
  • ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માં નવા નટુકાકા તરીકે કિરણ ભટ્ટની એન્ટ્રી

શોના પ્રોડયુસર અસિતકુમાર મોદીએ નવા નટુકાકાનો પરિચય કરાવ્યો

મુંબઈ: છેલ્લા દોઢ દાયકાથી લોકપ્રિય ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના લોકપ્રિય પાત્ર નટુકાકાનું 3 ઓકટોબર 2021માં નિધન થયા બાદ તેમની જગ્યા ખાલી હતી. નટુકાકાના પાત્રને પોતાની આગવી સ્ટાઈલ અને હાવભાવથી સ્વ. ઘનશ્યામ નાયકે ઘેર ઘેર લોકપ્રિય બનાવ્યું હતું. હવે નટુકાકાના પાત્રમાં લાંબાગાળે રંગભૂમિના કલાકાર કિરણ ભટ્ટની એન્ટ્રી થઈ છે.

રસપ્રદ વાત એ છે કે નવા નટુકાકા ઉર્ફે કિરણ ભટ્ટની જૂના નટુકાકા સ્વ. ઘનશ્યામ નાયક સાથે વર્ષો જૂની મિત્રતા હતી. તેઓ વર્ષો સુધી રંગભૂમિમાં સાથે રહ્યા હતા. આ અંગે કિરણ ભટ્ટે જણાવ્યું હતું કે જૂના નટુકાકા નવા નટુકાકાને લાવ્યા છે. મને એ બાબતની ખુશી છે કે મારા પ્રિય મિત્રે જે રોલ ભજવ્યો હતો તે ભજવવાનો મને મોકો મળ્યો છે. શોના પ્રોડયુસર અસીતકુમાર મોદીએ નવા નટુકાકાને આવકારતા જણાવ્યું હતું કે અમને આ શો દ્વારા 2008ના વર્ષથી લોકો તરફથી ખૂબ જ પ્રેમ મળી રહ્યો છે, અમને આશા છે કે જેઠાલાલના નવા સ્ટોરના ઉદઘાટન વખતે નવા નટુકાકાને પણ પ્રેમથી વધાવશે.


Related News

Loading...
Advertisement
Advertisement