સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોનાના વધુ 65 કેસ

02 July 2022 12:43 PM
kutch Rajkot Saurashtra
  • સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોનાના વધુ 65 કેસ

રાજકોટ જિલ્લામાં 21, કચ્છ-14, ભાવનગર-10, દ્વારકા-7, મોરબીમાં ચાર નવા દર્દી નોંધાયા

રાજકોટ,તા.2
સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોનાના કેસમાં ધીમી ગતિએ વધારો થઇ રહયો છે. ગઇકાલે વધુ 65 કેસ નોંધાયા હતા. રાજકોટ જિલ્લામાં 21, કચ્છમાં 14, ભાવનગર જિલ્લામાં 10, દ્વારકા 7, જામનગર અને મોરબી 4-4, અમરેલી અને સુરેન્દ્રનગર 2-2 તથા ગીર સોમનાથમાં 1 કેસ નોંધાયો હતો.

રાજકોટ જિલ્લો
રાજકોટ શહેર-ગ્રામ્ય મળી ગઈકાલે કોરોનાના કુલ નવા 21 કેસ નોંધાયા હતા. જેમાં ગોંડલમાં 4 અને જેતપુરમાં 2 કોરોના કેસ નોંધાયા હતા. જ્યારે રાજકોટ તાલુકાના એક ગામડામાં પણ એક કેસ નોંધાયો હતો. જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી નિલેશ રાઠોડ અને જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાની ટીમે દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોનો ટેસ્ટ કરવા સેમ્પલ લીધા હતા. રાજકોટ ગ્રામ્યમાં ગઈકાલે 7 કેસ સામે 6 દર્દી સાજા થયા હતા, કોર્પોરેશન વિસ્તારમાં આજે 7 દર્દીઓ ડિસ્ચાર્જ થતા હવે એક્ટિવ કેસ વધીને 66 થયા હતા.

ભાવનગર
ભાવનગરમાં કોરોનાના વધુ 10 કેસ નોંધાયા છે. જ્યારે 22 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. ભાવનગર ગ્રામ્યમાં 2 દર્દીઓના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે.હવે જિલ્લામાં કોરોના ના એક્ટીવ દર્દીઓ 75 રહેવા પામ્યા છે.આનંદ નગર, આંબાવાડી ,તળાજા રોડ રૂપાલી સોસાયટી શાંતિનગર ,લીલાસર્કલ અને તિલકનગર વિસ્તારમાં કોરોના ના કેસ નોંધાયા છે.ઘોઘામાં કેસ નોંધાયા છે.

દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના નવા કેસો વધી રહ્યા છે. ગઈકાલે શુક્રવારે જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલા કુલ 496 ટેસ્ટ પૈકી દ્વારકા તાલુકામાં સાત નવા પોઝિટિવ નોંધાયા છે. જો કે જિલ્લાના અન્ય ત્રણ તાલુકામાં એક પણ નવો દર્દી નોંધાયો નથી. આ વચ્ચે ત્રણ દર્દીઓને સ્વસ્થ જાહેર કરવામાં આવ્યા છે.લાંબા સમય બાદ એક સાથે અને તે પણ દ્વારકા તાલુકામાં જ સાત નવા કેસથી ચિંતા સાથે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા દિવસોમાં દ્વારકા જિલ્લામાં એક ડઝનથી વધુ નવા કેસો નોંધાઈ ચૂક્યા છે.


Related News

Loading...
Advertisement
Advertisement