સૌરાષ્ટ્રમાં જગન્નાથજીની કૃપા વરસી : સર્વત્ર 1 થી 5 ઇંચ વરસાદ

02 July 2022 01:10 PM
Rajkot Saurashtra
  • સૌરાષ્ટ્રમાં જગન્નાથજીની કૃપા વરસી : સર્વત્ર 1 થી 5 ઇંચ વરસાદ
  • સૌરાષ્ટ્રમાં જગન્નાથજીની કૃપા વરસી : સર્વત્ર 1 થી 5 ઇંચ વરસાદ
  • સૌરાષ્ટ્રમાં જગન્નાથજીની કૃપા વરસી : સર્વત્ર 1 થી 5 ઇંચ વરસાદ
  • સૌરાષ્ટ્રમાં જગન્નાથજીની કૃપા વરસી : સર્વત્ર 1 થી 5 ઇંચ વરસાદ
  • સૌરાષ્ટ્રમાં જગન્નાથજીની કૃપા વરસી : સર્વત્ર 1 થી 5 ઇંચ વરસાદ

રાજકોટ શહેરમાં બે-તાલુકા મથકોએ ધોધમાર : મેંદરડા અઢી, વિસાવદર-વંથલીમાં 2 ઇંચ : કોડીનાર, ઉના, વેરાવળ, ગઢડા, વલ્લભીપુરમાં પણ ટાઢક

રાજકોટ, તા.2 : ગઇકાલે અષાઢી બીજે રાજકોટ જિલ્લ સહિત સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ કૃપા વરસાવી હતી અને ઠેર ઠેર 0॥ થી માંડી પ ઇંચ સુધીનો વરસાદ વરસાવી ખેડુતો સહિત સૌ કોઇને ખુશ કરી દીધા હતા. ગઇકાલે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં રાજકોટ શહેર અને જિલ્લા ઉપર મેઘકૃપા ખુબ વરસી હતી.રાજકોટ શહેરમાં ર ઇંચ વરસાદથી ઠેર ઠેર પાણી-પાણી થઇ ગયું હતું. ઉપરાંત જિલ્લાનાં લોધીકામાં 5 ઇંચ, ગોંડલમાં 3 ઇંચ, જેતપુરમાં 2 ઇંચ, ધોરાજીમાં 1॥ ઇંચ, જામકંડોરણામાં 1॥ ઇંચ વરસાદ વરસ્યો હતો.

આ ઉપરાંત જુનાગઢ, જામનગર, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ, અમરેલી અને સુરેન્દ્રનગર જિલ્લામાં પણ હળવોથી મધ્યમ વરસાદ વરસ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ જૂનાગઢનાં મેંદરડામાં 2॥, વિસાવદરમાં 2, વંથલીમાં 2, જુનાગઢ શહેરમાં 1॥, માણાવદરમાં 1 ઇંચ વરસાદ પડી જવા પામ્યો હતો. તેમજ જામનગર જિલ્લાનાં કાલાવડમાં પણ 2॥ ઇંચ વરસાદ ખાબકી ગયો હતો.જયારે ગીર સોમનાથમાં કોડીનારમાં 1॥, તાલાલામાં 1॥, ઉનામાં 1॥, ગીર ગઢડામાં 1॥, સુત્રાપાડામાં 1 અને વેરાવળમાં 1 ઇંચ વરસાદ વરસી ગયો હતો.

તથા ભાવનગર જિલ્લામાં વલ્લભીપુરમાં પોણા ત્રણ, ભાવનગર શહેરમાં 1॥, ઉમરાળામાં 1, તાલાલામાં પોણો ઇંચ વરસદ વરસી ગયો હતો. તથા બોટાદનાં ગઢડામાં 1॥, અમરેલીનાં લિલિયામાં 0॥ અને સુરેન્દ્રનગરનાં ચુડામાં 0॥ ઇંચ વરસાદ પડયો હતો. દરમ્યાન અમરેલીથી મળતા અહેવાલો મુજબ જિલ્લામાં મેઘરાજાએ ગઈકાલે અષાઢી બીજનું મુર્હુત સાચવી લીધું હોય અમરેલી જિલ્લામાં હળવા ઝાંપટાથી લઈ ર ઈંચ જેટલો વરસાદ વરસી જતાં ખેતરમાં વાવેતર કરેલ પાકોને ભારે ફાયદો થવા પામ્યો છે. ત્યારે અમરેલી શહેરમાં ગઈકાલ પડેલા વરસાદ બાદ સતત બીજા દિવસે અર્ધો ઈંચ વરસાદ પડી ગયો હતો.

બાબરા શહેર તથા પાંચાળ વિસ્તારનાં ચરખા, ઉંટવડ, કોટડાપીઠા, ચમારડી, કરીયાણા, નીલવડા, જીવાપરા સહિતના ગામોમાં અષાઢી બીજનાં વરસાદથી જગતાત ખુશખુશાલ થયો છે. ગીરકાંઠાનાં ધારી શહેર તથા ખીચા, ઝર,ખોખરા, છતડીયા સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પડયો હતો. જાફરાબાદનાં કોસ્ટલ બેલ્ટનાં બાબરકોટ, કડિયાળી, નાગેશ્રી, મીઠાપુર, દુધાળા, પીછડી તથા જાફરાબાદમાં પણ ધીમી ધારે વરસાદ નોંધાયો હતો. સાવરકુંડલા તાલુકાનાં ધોબા ગામે અંદાજે ર ઈંચ જેટલો વરસાદ પડયાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું. ઉપરાંત પીપરડી, ફીફાદ, છાપરી, લીખાળા, નાળ,ઠવી, વિરડી, ભમોદ્રા સહિતનાં ગામોમાં પણ વરસાદ નોંધાયો હતો.

રાજુલા શહેર તથા પિપાવાવ પોર્ટ, ભેરાઈ, રામપરા, નિંગાળા સહિતનાં વિસ્તારોમાં પણ અષાઢી બીજનાં પવિત્ર દિવસે મેઘરાજાએ હેત વરસાવ્યું હતું. બગસરા, પીઠવડી, હડાળા, માવજીંજવા, ડેરી પીપરીયા, બાલાપુર ગામોમાં પણ છુટો છવાયો વરસાદ પડયાનાં અહેવાલો મળી રહ્યા છે. જયારે વડિયા, મોરવાડ, તોરી, અનિડા, ઉજળા, દેવળકી, બાંટવા દેવળી, ખીજડીયા સહિતનાં ગામોમાં પણ વરસાદ પડયો હતો.તથા ગોહિલવાડ પંથકમાં પણ અષાઢી બીજના રોજ અડધાથી અઢી ઈંચ વરસાદ પડ્યો છે. અષાઢી બીજ ના રોજ ભાવનગર શહેર માં મેઘરાજાની મહેર થઇ છે.

લાંબી પ્રતીક્ષા કરાવ્યા બાદ બપોરે વર્ષારાણી નું આગમન થતાં લોકોમાં હર્ષ ની લાગણી ફેલાઇ હતી. શહેરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઇ લોકોમાં ઉત્સાહ હતો તેમાં મેઘરાજાની પધરામણી થી લોકોનો ઉત્સાહ બેવડાયો હતો. અને વરસાદ વચ્ચે પણ લોકો ભગવાનના દર્શન કરવા ઉમટી પડ્યા હતા. ભાવનગરજિલ્લાના વલભીપુર પંથકમાં અઢી ઇંચ, ભાવનગર શહેરમાં પોણાબે ઇંચ, ઉમરાળામાં એક ઇંચ,તળાજા અને ગારિયાધારમાં પોણા ઇંચ, પાલીતાણા અને ઘોઘામાં અડધો ઇંચ જ્યારે સિહોર અને જેસરમાં છુટાછવાયા હળવા-ભારે ઝાપટાં વરસી ગયા હતા.

જયારે ચોરવાડ તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાએ અષાઢી બીજનું મુહૂર્ત સચવાયુ હતું. ગઇકાલ સવારથી જ વરસાદી માહોલ જોવા મળતો હતો અને સવારથી જ વરસાદી ઝાપટા વરસી રહ્યા હતા. ત્યારબાદ બપોરે વરસાદ વરસી અડધા ઇંચ જેટલો વરસાદ પડયો હતો. થોડો વરસાદ થતા જ ચોરવાડના વિનય મંદિર શાળાથી કુકસવાડા રોડ બાયપાસ રસ્તો શહેરમાંથી પસાર થાય છે. તે છેલ્લા બે વર્ષથી ગાબડા પડેલી હાલતમાં જ છે. તેમાં વરસાદી પાણી ભરાતા ચાલીને નીકળેલ રાહદારીઓ તથા નાના વાહન ચાલકોને ભારે તકલીફ પડે છે.

સોમનાથમાં આજે વહેલી સવારથી જોરદાર વરસાદ વરસી રહ્યો છે આ વરસાદથી સોમનાથ મહાદેવને જલાભિષેકના સુંદર દ્રશ્ય જોવા મળેલ હતા. સોમનાથમાં સવારના ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદની ધારા સોમનાથ મહાદેવનાં મંદિરને જલાભિષેક કરી રહેલ છે તે મનમોહક અને નયનરમ્ય દ્રશ્યથી ખુબ આનંદની અનુભૂતિ થાય છે. (તસ્વીર : દેવાભાઇ રાઠોડ - પ્રભાસ પાટણ)


Related News

Loading...
Advertisement
Advertisement