સૌરાષ્ટ્ર-કચ્છમાં યોજાયેલ ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં શ્રધ્ધા-ભકિતના દર્શન

02 July 2022 02:21 PM
Rajkot Saurashtra
  • સૌરાષ્ટ્ર-કચ્છમાં યોજાયેલ ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં શ્રધ્ધા-ભકિતના દર્શન
  • સૌરાષ્ટ્ર-કચ્છમાં યોજાયેલ ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં શ્રધ્ધા-ભકિતના દર્શન
  • સૌરાષ્ટ્ર-કચ્છમાં યોજાયેલ ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં શ્રધ્ધા-ભકિતના દર્શન
  • સૌરાષ્ટ્ર-કચ્છમાં યોજાયેલ ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં શ્રધ્ધા-ભકિતના દર્શન

ભાવનગરમાં ભગવાન જગન્નાથ રથયાત્રામાં ઉમટી પડી માનવમેદની : ભવ્ય આયોજન : રાજકોટમાં કૈલાસધામ આશ્રમ, ઇસ્કોન મંદિર તથા સ્વામિનારાયણ ગુરૂકુળ દ્વારા જગન્નાથજીની રથયાત્રામાં ભકતો ઉમટયા : બોટાદ, વિસાવદર, ઉના, વેરાવળ સહિતના શહેરો-ગામોમાં અનેરા ઉલ્લાસ સાથે યોજાયેલ રથયાત્રાના આયોજનોને ભવ્ય સફળતા

રાજકોટ, તા.2
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ગઇકાલે અષાઢી બીજના ભગવાન જગન્નાથજીની રથયાત્રાની ઉજવણી અનેરા ઉમંગ સાથે કરાઇ હતી. બે વર્ષ બાદ રથયાત્રાનું આયોજન થતાં લોકો વિશાળ સંખ્યામાં જોડાયા હતા. મંદિરો તથા સંતોના આશ્રમોમાં અષાઢી બીજની ઉજવણી ઉલ્લાસ સાથે કરાઇ હતી. રાજકોટ, ભાવનગર, વિસાવદર સહિતના શહેરો-ગામોમાં ઉલ્લાસભેર ભગવાન જગન્નાથજી રથયાત્રા યોજાઇ હતી. રાજકોટમાં કૈલાસધામ આશ્રમ, ઇસ્કોન મંદિર તથા સ્વામિનારાયણ ગુરૂકુળ દ્વારા ભગવાન જગન્નાથજીની યાત્રા યોજાઇ હતી.

ભાવનગર
ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં અખાડાના દાવપેચનું અનેરુ આકર્ષણ હોય છે. સમાજનો ખાસ વર્ગ આ અખાડાના દાવપેચ જોવાનું ચૂકતા નથી. અખાડાના દાવ કરનારા બજરંગ દળ અખાડાના યુવાનો છેલ્લા 30 દિવસથી તૈયારીઓ કરી રહ્યા હતા. લાઠી દાવ, ચક્ર, પટ્ટાબાજી, તલવાર બાજી, ટાઈગર જંપ, ભીષ્મપાર્ટ જેવા અનેક દાવો ત્રત્3 વર્ષથી માંડી 55 વર્ષ સુધીના વય જુથના સભ્યો અખાડાના દાવપેચ રજૂ કરી રહ્યા છે. ભગવાન જગન્નાથજી ની રથયાત્રામાં વર્ષ 2005 થી શરૂઆત કરવામાં આવી હતી. બજરંગ દળના અખાડાના ગ્રુપના 150થી વધારે સભ્યો દ્વારા છેલ્લા 30 દિવસથી અલગ-અલગ 7 ટીમ બનાવી વિવિધ પ્રકારના દાવોની પ્રેક્ટિસ રાત્રિના 9:30 કલાકથી 12:00 સુધી કરવામાં આવતી હતી. જેમાં નિર્મળનગર ગોંડલીયાની વાડીમાં, કૈલાસવાડી કુંભારવાડા અને ભગતસિંહ પ્રખંડ પાનવાડી ખાતે 150થી વધારે યુવાઓ પ્રેક્ટિસ કરી રહ્યા હતા. અખાડાની પ્રેક્ટિસ પહેલા આચાર પદ્ધતિ અનુસરવામાં આવે છે જેમાં જય ઘોષ, હનુમાનજી પ્રણામ, હનુમાન ચાલીસા અને હથિયાર વંદન કરી પ્રેક્ટિસ શરૂ કરવામાં આવતી હતી. દેશમાં પ્રાચીન કાળમાં રાજ્યની સુરક્ષા માટે અખાડાના અત્યારે ખૂબ જ ઉપયોગી થતા હતા આ પરંપરાગત હથિયારો સાથે અખાડાના દાવપેચ 37 મી રથયાત્રામાં જોવા મળી રહ્યા છે.

બોટાદ
બોટાદ માં 25 મી ભગવાન જગન્નાથજીની ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રા પોલીસ ની સાવણી માં બોટાદ ના રાજ માર્ગો પર નીકળી શોભા યાત્રા નું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું બોટાદના પાળીયાદ રોડ કૃષ્ણસાગર તળાવ પાસે આવેલ ભગવાન જગન્નાથજી ના મંદિર થી સંતો મહંતો ના હસ્તે શોભા યાત્રા નું પ્રસ્થાન કરાવ્યું હતું આ શોભાયાત્રા બીટાદ ના બોટાદકર કોલેજ, પંજવણી કાંટો, શુભમ, જઝ ડેપો, હવેલી ચોક ખાતે સંતો દ્વારા તલવાર બાજી, લાઠી દાવ, વગેરે દાવ પેચ કરવામાં આવ્યા હતા ત્યાર બાદ મસ્તરામજી મંદિર પાસે વિશ્વહિન્દુ પરિષદ કાર્યાલય ખાતે કાર્યકરો દ્વારા જગન્નાથજી ભગવાન ને ફુલ હાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું ત્યાર બાદ શોભાયાત્રા બોટાદ ના પરા વિસ્તાર માંથી ટાવર રોડ, દિન દયાળ ચોક, લીમડા ચોક, વખારિયા ચોક, સ્વામિનારાયણ મંદિર, રાંગળી શેરી, તુરખા રોડ, વગેરે વિસ્તારો માં ભગવાન જગન્નાથજી શોભાયાત્રા ફરી હતી આ શોભાયાત્રા માં બોટાદ જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ભગવાન જગન્નાથજી શહેરમાં ચર્ચાય નીકળ્યા હતા.

વિસાવદર
વિસાવદર ભગવાન જગન્નાથજીની રથયાત્રા માં મેધ રાજા ની અમીવર્ષાવિસાવદર માં ભગવાન જગન્નાથજીની ભવ્ય નગરયાત્રા નીકળી હતી શહેર માં આષાઢી માહોલ વચ્ચે ભગવાન જગન્નાથજીની નગરયાત્રા શહેર માં આવેલ દરજી શેરી માં થી શરૂ થઈ મુખ્ય માર્ગો પર થી પસાર થઈ હતી મેધરાજા જાણે ભગવાન જગન્નાથજીની નગરયાત્રા મા સામેલ હોય તેમ વરસી રહિયા હતાભગવાન જગન્નાથજીના ભક્તો દ્વારા રથ ને દોરડા થી પરમ પરા મુજબ પ્રસ્થાન કરાવ્યુ હતુંરથ યાત્રા માં મુખ્ય અતિથિ વિસાવદર ના ધારાસભ્ય હર્ષદ રિબડીયા ના ધર્મ પત્ની નિસાબેન રિબડીયા.સહિત ના આગેવાનો જોડાયા હતા.

જામકંડોરણા
જામકંડોરણા શહેર ખાતે અષાઢીબીજના પાવન પર્વ નિમિતે સનાતન ગ્રુપ આયોજીત રથયાત્રાને પ્રસ્થાન કરાવીને રામદેવજી પ્રભુના દર્શન કરતા યુવા ધારાસભ્ય જયેશ રાદડીયા., આ તો કે વિશાળ શોભાયાત્રા નીકળી હતી અને વિવિધ ક્ષેત્રના આગેવાનો મહિલાઓ સહિતનાઓએ ઉત્સાહભેર શોભાયાત્રામાં ભાગ લીધો હતો ને બપોર બાદ વરસાદ આવતા બીજનું શુકન સચવાઈ ગયેલ હતું.

વેરાવળ
વેરાવળ વખારીયા બજારના વેપારીઓ દર વર્ષની જેમ આ વર્ષે પણ મેઘરાજાને રીઝવવા માટે સોમનાથ સુધીની પદયાત્રા યોજેલ જેમાં ડીજેના સંતાથે રામધુન બોલતા વિશાળ સંખ્યમાં વેપારીઓ જોડાયેલ હતા અને મનમુકીને મેઘરાજા વરસે તેવી પ્રાર્થના કરેલ હતી.આ અંગે જથ્થાબંધ કીરાણા એસો.ના પ્રમુખ અશોકભાઇ ગદાએ જણાવેલ કે, વેરાવળ વખારીયા બજારના જથ્થાબંધ અનાજ કિરાણા વેપારી એસો. મંડળ તથા અન્ય વેપારી મિત્રો દર વર્ષની જેમ આ વર્ષે પણ મેઘરાજાને મનાવવા માટે સોમનાથ મહાદેવ મંદિર સુધીની પદયાત્રા યોજેલ હતી. આ પદયાત્રા અષાઢી બીજના દિને બપોરે વખારીયા બજારમાં આવેલ સુરજ કુંડ ખાતેથી રામધુન બોલતા પ્રારંભ થયેલ જે રસ્તામાં ભાલકા, ભીડભંજન સહીતના મંદિરોએ દર્શન કરી સોમનાથ ખાતે પહોંચેલ જયાં સોમનાથ મહાદેવને શીશ ઝુકાવી મેઘરાજા મન મુકીને વરસે તે માટે પ્રાર્થના કરેલ હતી.

ઉના
ઉના શહેરના આનંદગઢ ગુરુકુળ સ્વામિનારાયણના પૂજ્ય મહંત હરિવદન સ્વામી દ્વારા દર વર્ષની જેમ આ અષાઢ સુદ બીજના પવિત્ર દિવસે એક દિવ્ય અને ભવ્ય રથયાત્રાનું આયોજન કરેલ છે. આ રથયાત્રા રોકડીયા હનુમાનજીના મંદિર સામે સ્વામીનારાયણ ગુરુકુળ આનંદગઢ થી નિકળેલ હતી. અને શહેરના બસ સ્ટેશન, ત્રિકોણબાગ, પટેલ સોસાયટી, વરસીંગપુર રોડ, સાંજણનગર, તુલસીધામ સહીત વિવિત માર્ગો પર નિકળી જય રણછોડ, માખણ ચોરના નાદ સાથે ડીજેના તાલે દિવ્ય રથમાં બિરાજમાન ભગવાન જગન્નાથજીની શોભાયાત્રા રથયાત્રા નીકળી હતી. આ રથયાત્રામાં વિશ્વ હિન્દુ પરિષદ અને અખિલ ભારત હિન્દુ મહાસભા પરીવાર સહીત મોટી સંખ્યામાં ભાવિકો લોકો શોભાયાત્રામાં જોડાયા હતા.

પરબધામ
સૌરાષ્ટ્રમાં આસ્થાના પ્રતિક સમી દેવીદાસબાપુ અને અમર માંની પ્રસિધ્ધ અને પાવન જગ્યા પરબધામ ખાતે અષાઢીબીજ ની ભવ્ય ઉજવણી કરાઇ હતી.કોરોના ને કારણે બે વર્ષ થી પરબધામ મા અષાઢીબીજ ઉત્સવ તથા મેળા ના આયોજનો રદ કરાયા હતા,ત્યારે આ વર્ષ ધામધૂમ પૂર્વક ઉજવણી કરાઇ હોય સવારથી જ ભાવીકો પરબધામ ઉમટી પડ્યા હતા.મંદિર મા દશઁન માટે લાંબી કતારો જામી હતી.સવારે સાત કલાકે મહંત શ્રી પૂજ્ય કરશનદાસબાપુ એ બેન્ડ ની સુરાવલીઓ વચ્ચે નિશાન (ધ્વજારોહણ) ચડાવ્યુ હતું.આ વેળા ઉપસ્થિત લાખો ભાવિકો ને આશીર્વચન પાઠવતા પુ.કરશનદાસબાપુ એ જણાવ્યુ કે જીવનનો ધ્યેય પ્રભુ નુ શરણ હોવુ જોઈએ, જો તમે શરણ મા હો તો કોરોના જેવા રાક્ષસ તમારુ કંઇ બગાડી શક્તા નથી.કોઈપણ કપરાકાળમાં સાવચેત રહેવા અને શ્રધ્ધામય જીવન જીવવા ની શીખ આપી હતી.પરબધામ ના આંબાવાડી મા અદભુત ભોજન વ્યવસ્થા રખાઇ હતી.જેમા લાખો લોકોએ ભોજન પ્રસાદ નો લાભ લીધો હતો.સવાર થીજ માનવ મહેરામણ ઉમટી રહ્યુ હોય ભેસાણ ચોકડી તથા જેતપુર ચોકડી પર વાહનો અટકાવી દેવાયા હતા.પોલીસ તંત્ર દ્વારા ઠેરઠેર રાવટીઓ નાખી બંદોબસ્ત રખાયો હતો.લોકોએ મેળામાં ફજતફાળકા,ચકરડી સહીત રાઇડસની મજા માણી હતી.અષાઢીબીજ ને લઈ ને વિષ્ણુયાગ તથા પર્જન્ય યજ્ઞ સાથે હોમ હવનના આયોજન કરાયા હતા.મેઘાવી વાતાવરણ વચ્ચે હળવા જાપટા વરસ્યા હતા.


Related News

Loading...
Advertisement
Advertisement