આધાર E-KYC થકી લાયસન્સ સંબંધિત વધુ-12 અને વાહન સંબંધિત 8- ફેસલેસ સેવાઓ ટુંકમાં પુરી પડાશે

02 July 2022 02:55 PM
Ahmedabad Gujarat
  • આધાર E-KYC થકી લાયસન્સ સંબંધિત વધુ-12 અને વાહન સંબંધિત 8- ફેસલેસ સેવાઓ ટુંકમાં પુરી પડાશે

રાજયમાં 80-ટકા સેવા ઘેર બેઠા ઓન મળશે: RTO કચેરીની રૂબરૂમાં 50-ટકાનો ઘટાડો થશે

ગાંધીનગર,તા.2
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ડિજિટલ ઈન્ડિયાના સ્વપ્નને સાકાર કરવા માટે ગુજરાત તમામ ક્ષેત્રે અગ્રેસર રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અને વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશભાઈ મોદીના માર્ગદર્શનમાં આગવી પહેલ કરીને નાગરિકોને આરટીઓ કચેરીઓના ધક્કા ન ખાવા પડે અને અન્ય પર નિર્ભર ન રહેવું પડે તે માટે વિવિધ ડિજિટલ સેવાઓ થકી પારદર્શી અને પેપરલેસ ગવર્નન્સનું ગુજરાતે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

વાહન વ્યવહાર કચેરીઓ દ્વારા પૂરી પાડવામાં આવતી તમામ સેવાઓ પૈકી અંદાજે 80 ટકા સેવાઓ ઓનલાઈન ફેસલેસ પૂરી પાડવામાં આવશે. જેથી આરટીઓ કચેરી ખાતેની સેવાઓ માટે નાગરિકોની રૂબરૂ મુલાકાતમાં 50 ટકા જેટલો ઘટાડો થશે, જેથી સમય-સંસાધનોની બચત થશે તથા સેવાઓ ઝડપથી અને સરળતાથી મળી રહેશે.

ભારતમાં સૌ પ્રથમ વાહન વ્યવહાર ક્ષેત્રે ફેસલેસ સેવાઓની શરૂઆત ગુજરાત રાજ્યમાં કરવામાં આવી છે. ગુજરાતમાં હાલમાં દ્દવાહન વ્યવહાર ક્ષેત્રે મહત્વની કુલ 7 સેવાઓ નાગરિકો માટે ઘરે બેઠા ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

રાજ્યની વાહન વ્યવહાર કચેરી દ્વારા વર્ષ 2017થી વેબ આધારિત સોફ્ટવેર વાહન 4.0 અને સારથી 4.0 જેવા ઓનલાઈન પોર્ટલનું અમલીકરણ કરીને નાગરિકોને ઘરેબેઠાં જ દસ્તાવેજો અપલોડ કરવાની અને ઓનલાઈન ફી ભરવા સહિતની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. જેમાં, વાહન 4.0 પોર્ટલ મારફતે ઇ-એન.ઓ.સી., ઇ-પેમેન્ટ, ઇ-ઓકશન અને ઇ-ડેટા થકી વાહનનો નોંધણી નંબર, ફી, એપ્રુવલ, ઓનલાઇન અરજીનું સ્ટેટસ તેમજ તેની એસએમએસ દ્વારા જાણ જેવી સુવિધાઓ નાગરિકોને મળી રહી છે.

જ્યારે સારથી 4.0ની મદદથી ડ્રાઇવીંગ લાયસન્સ મેળવવાની પ્રક્રિયા ઝડપી અને પારદર્શક બની છે. ડિજિટલ ઇન્ડિયા પહેલ અંતર્ગત આ પોર્ટલ મારફતે આરટીઓ દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓની જુદી જુદી ફી-ટેક્સ ઓનલાઇન ભરી શકાય છે.

ગુજરાતમાં લાયસન્સ સંબંધિત વધુ 12 સેવાઓ અને વાહન સંબંધિત 8 સેવાઓ આધાર E-KYC થકી ફેસલેસ સેવાઓ પૂરી પાડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. જેમાં અરજદાર દ્વારા રજૂ કરેલ આધાર નંબરને આધીન ઓનલાઈન ફી અને દસ્તાવેજો અપલોડ કરી અરજી સબમિટ થયેથી આરટીઓના ફેસલેસ કાઉન્ટર પરથી અરજદારને સીધી સેવા પુરી પાડવામાં આવશે. જેથી અરજદારને કચેરી ખાતે આવવાનું રહેશે નહી.

કેન્દ્ર સરકારના માર્ગ અને પરિવહન મંત્રાલય દ્વારા એન્ફોર્સમેન્ટ માટે ‘One Nation One Challan' અંતર્ગત ઇ-ચલણ સોફટવેર તૈયાર કરવામાં આવ્યું છે. આ સોફ્ટવેર કેન્દ્ર સરકારના વાહન તથા સારથી સોફટવેર સાથે ઇન્ટીગ્રેશન થયેલ હોવાથી રાજ્યની કોઇપણ આરટીઓ કચેરીમાં નોંધાયેલ વાહન અને લાયસન્સ સંબંધિ માહિતી જાણી શકાય છે.

અગાઉ મેમો મેન્યુઅલ ધોરણે આપવામાં આવતો હતો તે હવે point of sale (pos) મશીન દ્વારા ઓનલાઇન ઇસ્યુ કરવામાં આવે છે અને સ્થળ પર જ માંડવાળની રકમ પણ ઓનલાઇન જ સ્વીકારવામાં આવે છે. આ ઉપરાંત, આઇટી બેઝ્ડ સોલ્યુશન થકી દેશમાં સૌપ્રથમ આંતરરાજ્ય બોર્ડર પરથી ગુજરાતમાં પ્રવેશતા વાહનોમાં વાહનોનો ઓનલાઇન ટેક્સ અને ઓવરડાયમેન્શન ફી સ્વીકારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

પરિવહન ક્ષેત્રની આ-16 સેવાઓ હવે ઓનલાઇન
પરિવહન ક્ષેત્રે પણ સરળતા મળે અને માત્ર એક એપ દ્વારા જ તમામ સરકારી કામ થઈ જાય તેવી પહેલ હાથ ધરવામાં આવી રહી છે. પરિવહન ક્ષેત્રે કોઈપણ સેવા ઝડપથી અને સરળ બનાવવા માટે આગામી સમયમાં NICના પરામર્શમાં M-parivahan મો. એપ્લિકેશન લોન્ચ કરવામાં આવશે. આ એપ્લિકેશન થકી વાહન તથા લાઈસન્સ સહિતની કુલ 16 સેવાઓ આંગળીના ટેરવે પૂરી પાડવામાં આવશે.

આ સેવાઓમાં ડુપ્લીકેટ આર.સી. બુક, આર.સી બુકમાં સરનામાંનો ફેરફાર, વાહનની લોનમાં ઉમેરો કરવો કે લોન દૂર કરવી, વાહનમાં મોબાઇલ નંબર અપડેટ, અન્ય રાજ્યમાં જતા વાહનોને એન.ઓ.સી ઈશ્યુ કરવું, લાઇસન્સનું રિન્યુઅલ, લાઇસન્સના સરનામા ફેરફાર, લાઇસન્સ રિપ્લેસમેન્ટ, આર.ટી.ઓ દ્વારા ઈશ્યુ કરવામાં આવતા ચલણની ઓનલાઈન ભરપાઈ જેવી સેવાઓનો સમાવેશ કરવામાં આવશે.


Related News

Loading...
Advertisement
Advertisement