વડાપ્રધાન મોદી સોમવારે બપોરે ગુજરાત આવશે: સ્ટાર્ટએપ્સના સાથે સંવાદ

02 July 2022 05:08 PM
Ahmedabad Gujarat
  • વડાપ્રધાન મોદી સોમવારે બપોરે ગુજરાત આવશે: સ્ટાર્ટએપ્સના સાથે સંવાદ

ગાંધીનગર,તા.2
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એક વખત ગુજરાતના પ્રવાસે આવશે.આગામી સોમવારે 4 જુલાઇએ મહાત્મા મંદિરમાં યોજાનારા ડિજિટલ ઇન્ડિયા સપ્તાહનો પ્રારંભ કરાવવા નરેન્દ્ર મોદી ફરી એક દિવસના ટૂંકા પ્રવાસે ફરી ગુજરાત આવી રહ્યા છે. મહાત્મા મંદિર ખાતે યોજનાર આ કાર્યક્રમમાં નરેન્દ્ર ભાઈ મોદી ની સાથે કેન્દ્ર સરકારના અન્ય બે મંત્રીઓ પણ હાજર રહે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઇ રહી છે.

ઉપરાંત આઇટી સેક્ટર સાથે જોડાયેલા બિઝનેસ પર્સન અને નિષ્ણાંતો પણ આ કાર્યક્રમ માં જોડાશે. જોકે આગામી સોમવારે 4 થી જુલાઇના રોજ વડાપ્રધાન સાંજના 4.30 કલાકે મહાત્મા મંદિર આવી પહોંચશે અને ત્યારબાદ તેઓ લાભાર્થીઓ તેમજ સ્ટાર્ટઅપ્સના સંચાલકો સાથે સીધો સંવાદ પણ કરશે.

જયારે તેજ દિવસે સાંજે 5 કલાકે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ આઇટી, સ્કીલ ડેવલપમેન્ટના રાજ્યકક્ષાના મંત્રી રાજીવ ચંદ્રશેખર અને આ વિભાગના કેબિનેટ મંત્રી અશ્વિની વૈષ્ણવ પ્રવચન આપશે.જયારે નરેન્દ્ર મોદી સાંજના 5.30 કલાકે તેમનું પ્રવચન આપશે. તેમ જાણવા મળ્યું છે. તો બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની મુલાકાતના પગલે રાજ્યનું વહીવટી તંત્ર અત્યારથી જ સમગ્ર કાર્યક્રમ તૈયારીમાં ઊંધા માથે છે.


Related News

Loading...
Advertisement
Advertisement