એપ્રિલમાં જ આલિયા પ્રેગનન્ટ હતી! એક મહિલાએ કર્યો હતો ખુલાસો

02 July 2022 05:20 PM
Entertainment
  • એપ્રિલમાં જ આલિયા પ્રેગનન્ટ હતી! એક મહિલાએ કર્યો હતો ખુલાસો

ત્યારે ખુલાસો કરનાર મહિલા ટ્રોલ થઈ હતી, હવે વાત ખરી પડતા તેના સન્માનની માંગ ઉઠી

મુંબઈ: લગ્નના બે મહિનામાં જ આલિયાએ તાજેતરમાં પોતાની પ્રેગનન્સીના સમાચાર આપીને સૌને ચોંકાવી દીધા હતા, હવે આ મામલે ખુલાસા થઈ રહ્યા છે કે આલિયા એપ્રિલમાં જ પ્રેગનન્ટ હતી. ખરેખર તો બે મહિના પહેલા જ એક મહિલાએ રેડીટ પર આલિયાની પ્રેગનન્સીનો ખુલાસો કર્યો હતો. તેણે લખ્યું હતું કે આલિયા માં બનવાની છે. મહિલાએ બોલિ બ્લાઈન્ડ્સ એન ગોસીપમાં એપ્રિલમાં એક પોસ્ટ કરી હતી. જેના પર ન્યુબી ફોર ફન નામના એક રેડીટ યુઝરે લખ્યું હતું મિસ ભટ્ટ સ્પષ્ટ રીતે પ્રેગનન્ટ છે. આ ખબરનો સ્ત્રોત એક આસિસ્ટન્ટ છે કે જે ફ્રેન્ડ-મેકઅપ આર્ટિસ્ટ પણ છે. આ ફોરમ પર આવી ખબરને ત્યારે લોકોએ ગોસીપ ગણાવી હતી. આલિયા ભટ્ટની પ્રેગનન્સીની ખબર બ્રેક કરનારી મહિલાને ત્યારે બોલિ બ્લાઈન્ડસ એન્ડ ગોસીપ સબ રેડિટે બાન કરી દીધી હતી. હવે જયારે ખુદ આલિયાએ પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી છે ત્યારે આ મહિલાની પોસ્ટ સાચી પડતા બાન હટાવી અનબ્લોક કરાઈ છે. સાથે સાથે સોશિયલ મીડિયા પર યુઝર્સ આ મહિલાનું સન્માન કરવાની માંગ કરી રહ્યા છે.


Related News

Loading...
Advertisement
Advertisement