બે એકમોમાંથી 1.06 કરોડની વિજચોરી પકડાઈ

02 July 2022 05:28 PM
Rajkot Crime
  • બે એકમોમાંથી 1.06 કરોડની વિજચોરી પકડાઈ

રાજકોટ તા.2 : રહેણાંક જોડાણો ઉપરાંત ઔદ્યોગીક એકમોમાં પણ વિજચોરીનું દુષણ વ્યાપક હોય તેમ વાંકાનેરના રાજાવડલા ગામના બે એકમોમાંથી 1.06 કરોડની વિજચોરી પકડી પાડવામાં આવી હતી. ગુજરાત ઉર્જા વિકાસ નિગમના મુખ્ય તકેદારી અધિકારી આઈપીએસ અનુપમસિંહ ગેહલોતની બાતમીના આધારે રાજાવડલા ગામે મકબુલ અલવડી કડીવારના તસ્કીન એન્ટરપ્રાઈઝમાંથી 54.28 લાખ તથા અલવડી હસન કડીવારના રાજા કેટલ ફીડમાંથી 52.62 લાખ મળીને બન્ને એકમોમાંથી વિજચોરી પકડી પાડવામાં આવી હતી અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


Related News

Loading...
Advertisement
Advertisement