જુલાઈ-ઓગષ્ટમાં કોરોનાની ચોથી લહેર ત્રાટકશે? વધતા કેસોને લઈને ટેન્શન

02 July 2022 05:31 PM
India
  • જુલાઈ-ઓગષ્ટમાં કોરોનાની ચોથી લહેર ત્રાટકશે? વધતા કેસોને લઈને ટેન્શન

સાવધાન, હજુ કોરોના ગયો નથી.... : મહારાષ્ટ્ર, કેરળ અને દિલ્હીમાં કેસમાં ચિંતાજનક વધારો થતા નિષ્ણાંતોની સાવધ રહેવા ચેતવણી

મુંબઈ તા.2 : દેશમાં મહારાષ્ટ્ર, કેરળ અને દિલ્હીમાં વધતા જતા કેસથી ચિંતા વધી છે. નિષ્ણાંતોને ચિંતા થવા લાગી છે કે જુલાઈ-ઓગષ્ટમાં કોરોનાની ચોથી લહેર તો નહીં આપે ને. એમ્સના ડાયરેકટર ડો. એમ.સી.મિશ્રાએ જણાવ્યું હતું કે પુરા દેશની વસ્તીની તુલનામાં કેસ વધુ નથી પણ આપણે માનવું પડશે કે કોરોના આપણી વચ્ચે જ રહેશે અને તેનાથી બચવા દરેક પ્રયાસ કરવા પડશે.

મુંબઈમાં વધતા કોરોનાના કેસની સાથે જ સંક્રમીત રોગીઓમાંથી અનેકે ઝાડા અને તાવની ફરિયાદ કરી હતી. સંક્રમણની આ નવી પેટર્નની રોગ સંબંધી વિશેષતાઓ સમજવા માટે અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. આ અધ્યયનનો ભાર બીએમસીએ કોરોના સમર્પિત સેવન હિલ્સ હોસ્પીટલને સોંપ્યો છે. આ અભ્યાસમાં કોરોનાની ચોથી લહેર જુલાઈ કે ઓગષ્ટ મહિનામાં આવવાની સંભાવના આશંકા દર્શાવાઈ છે. ડો. મિશ્રાએ જણાવ્યું હતું કે જેમણે વેકસીન નથી લીધી તે લઈ લે. જો બુસ્ટર ડોઝ લેવાનો બાકી હોય તો તે લઈ લે જેથી ગંભીર બીમારીથી બચી શકાય.


Related News

Loading...
Advertisement
Advertisement