નવી દિલ્હી,તા. 2 : મોંઘવારીના ઉંચા દરથી દુનિયા ત્રસ્ત થઇ ચુકી છે,તેને મોટી ઇકોનોમીવાળા અમેરિકા જેવા દેશ પણ કંટ્રોલ કરવામાં અસમર્થ રહ્યા છે. યુરોપીય દેશ હજુ પણ તેની ઝપટમાં છે. યુરોપીય કરન્સીવાળા 19 દેશોમાં મોંઘવારીનો રેકર્ડ 8.6 ટકાએ પહોંચ્યો છે તો પાકિસ્તાન-શ્રીલંકા પણ આર્થિક સંકટમાં છે.
આંકડા અનુસાર મેના મુકાબલે જૂનમાં યુરોઝોનમાં ઉર્જાની કિમતોમાં 41.9 ટકા ખાધ, આલ્કોહોલ અને તમાકુની કિંમતમાં 8.9 ટકાનો તેજ વધારો થયો છે. યુરોઝોનમાં ગત વર્ષથી મોંઘવારીમાં માસિક આધાર પર સતત વૃધ્ધિ થઇ રહી છે. રશિયા-યુક્રેન વચ્ચેના યુધ્ધના કારણે આ ક્ષેત્રમાં રહેતા 34.3 કરોડ લોકોનો ગુજરાન ચલાવવાનો ખર્ચ વધી ગયો છે.