રોકાણકારના રૂપિયા ન ચૂકવનાર મા ક્રેડિટ કો.ઓ. મંડળીના પ્રમુખ સામે ચેક રિટર્નની ફરિયાદ દાખલ

02 July 2022 05:48 PM
Rajkot Crime
  • રોકાણકારના રૂપિયા ન ચૂકવનાર મા ક્રેડિટ કો.ઓ. મંડળીના પ્રમુખ સામે ચેક રિટર્નની ફરિયાદ દાખલ

શહેરના નાના મવા રોડ પર, શાસ્ત્રીનગર (અજમેરા)માં આવેલી શ્રી મા ક્રેડિટ કો. ઓ. સોસાયટીના પ્રમુખનું મસ મોટું કૌભાંડ ખુલ્લું પાડવા પોલીસ કમિશનરને રજુઆત થયેલી

રાજકોટ, તા.2 : શહેરના નાના મવા રોડ પર, શાસ્ત્રીનગર (અજમેરા)માં આવેલી શ્રી મા ક્રેડિટ કો. ઓ. સોસાયટીના પ્રમુખનું મસ મોટું કૌભાંડ ખુલ્લું પડ્યું હોવાના આક્ષેપો બાદ હવે મંડળીના પ્રમુખ સામે ચેક રિટર્ન થયાની ફરિયાદ દાખલ કરાતા ખળભળાટ મચી ગયો છે. આ આક્ષેપિત કૌભાંડ અંગે મળતી વિગત મુજબ વર્ષ 2019માં આ કેસના ફરિયાદી મહેશભાઈ મણિલાલભાઈ મહેતાએ શ્રી મા ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટીની દૈનિક બચત યોજના હેઠળ રોકાણ કર્યું હતું. તેમણે તેમજ તેમની સાથે તેમના સગા-સંબંધીઓ અને અન્ય રોકાણકારોએ રકમ રોકેલી હતી,

જેમાં મંડળી દ્વારા એકના ડબલની લાલચ અપાઈ હતી. મોટું રોકાણ મંડળીમાં અનેક રોકાણકારોએ કર્યું હતું. જેમાં મંડળીના પ્રમુખ કપિલ વંકાણીએ સમય મર્યાદામાં રકમ પરત ચૂકવી નહોતી. આ દરમિયાન ફરિયાદી મહેશભાઈએ પોતાની રકમ અંગે માંગણી કરતા પ્રમુખ કપિલભાઈ વંકાણી તથા તેમના પત્ની પદ્માબેન વંકાણીએ મંડળીના બદલે પોતાનો ચેક આપેલો જે બેંકમાંથી વગર સૂલાતે પરત ફર્યો હતો.

આ ચેક રિટર્ન થયા પછી મહેશભાઈએ તેમના એડવોકેટ કિશનભાઈ રાજાણી અને વિવેકભાઈ ધનેશા મારફત લીગલ નોટિસ મોકલી એ બાદ પણ રકમ પરત ન ચુકવતા મહેશભાઈ મહેતાએ ચેક રિટર્ન અંગે અદાલતમાં ફરિયાદ દાખલ કરાવી છે. આ ઉપરાંત નાના રોકાણકારો ને સમય મર્યાદામાં રકમ ન ચૂકવતા તેમજ વારંવાર રજૂઆત કરવા છતાં રૂપિયા પરત ન કરતા મહેશભાઈ મહેતા સહિતના રોકાણકારોએ પોલીસ કમિશનરને લેખિત રજૂઆત કરી મંડળીના સંચાલકો સામે પગલાં લઇ સમગ્ર કૌભાંડ બહાર લાવવાની માંગ કરી છે.

ફરિયાદી મહેશભાઈ મહેતા તેમજ અન્ય રોકાણકારો વતી રાજકોટના યશસ્વી એસોસીએટના યુવા એડવોકેટ કિશન એસ. રાજાણી ,વિવેક એલ. ધનેશા, અજયભાઈ કે. જોબનપુત્રા, કૃપા એચ. પોબરું અને પૂનમ સી. આગોલા, આસિસ્ટન્ટ તરીકે કરશન એન. ભરવાડ, શૈલેષ વકાતર, જલ્પા ખીમસુરીયા રોકાયેલા હતા.


Related News

Loading...
Advertisement
Advertisement