નવી દિલ્હી, તા.2
સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ એન.વી.રમન્નાએ ફરી એક વખત રાજકીય પક્ષો ઉપર આકરો પ્રહાર કરતા કહ્યું કે શાસક પક્ષ એવું માને છે કે સરકારી કાર્યવાહીને ન્યાયતંત્ર સમર્થન આપે અને આ માટે હકકદાર છે તેવું શાસક પક્ષ માને છે. જયરે બીજી તરફ વિપક્ષો એવું માને છે કે ન્યાયતંત્ર તેના સમર્થનમાં કામ કરે પરંતુ એ સમજવું જરૂરી છે કે ન્યાયતંત્ર ફકત સંવિધાન પ્રત્યે જવાબદાર છે
તેઓએ એ પણ કહ્યું કે દેશમાં સંવિધાન પ્રત્યે રક્ષણની જવાબદારી ન્યાયતંત્રને સોંપવામાં આવી છે. આજે સેન ફ્રાન્સીસકોમાં એસોસીએશન ઇન્ડીયન અમેરીકનને સંબોધતા મુખ્ય ન્યાયમૂર્તિએ રાજકીય દળો પર પ્રહાર કરતા કહ્યું હતું કે આ પક્ષો ઇચ્છે છે કે ન્યાયતંત્ર તેમના કહેવા મુજબ ચાલે તેઓએ એવું જણાવ્યું કે ભારત એક તરફ આઝાદીના 75મું વર્ષ મનાવી રહ્યું છે મારે અફસોસ સાથે કહેવું પડે છે
કે સંવિધાન દ્વારા જે જવાબદારી દરેકને સોંપવામાં આવી છે તેનું પુરેપુરૂ પાલન થતુ નથી. સરકાર દ્વારા અને શાસક પક્ષ દ્વારા સતત એવું વલણ અપનાવે છે કે ન્યાયતંત્ર કાનુન કે બંધારણની નહીં પરંતુ રાજકીય પક્ષોની ખાસ કરીને શાસકોની ઇચ્છા મુજબ ચાલે પરંતુ અમે તેનાથી દુર રહી છીએ. તેવું એવું કહ્યું કે દેશના સામાન્ય લોકો વચ્ચે એક મોટી અજ્ઞાનતા છે. અને તે એવું માને છે કે ન્યાયતંત્ર અમીરો માટે ચાલે છે
પરંતુ હું સ્પષ્ટ કરવા માંગુ છું કે ન્યાયતંત્ર હંમેશા દેશના લોકો સાથે ચાલે છે. જેમનો ઉદ્દેશ ન્યાયતંત્રને ખત્મ કરવાનો છે તો તેમને પણ જવાબ આપવા માંગુ છું કે સંવિધાન પ્રત્યે જવાબદાર છીએ અન્ય કોઇપ્રત્યે નહીં મુખ્ય ન્યાયમૂર્તિના વિધાનો મહત્વના છે. હાલમાં સરકાર અને ન્યાયતંત્ર વચ્ચે અનેક પ્રકારની ટકકરો થઇ રહી છે અને તે સંદર્ભમાં સી.જે.રમન્ના દ્વારા ઉચ્ચારેલા વિધાનો સરકાર માટે અને રાજકીય પક્ષો માટે એક સંદેશ પણ છે. તેઓએ એ પણ ઉમેર્યુ કે સરકારની સાથે નીતિઓ બદલે છે પરંતુ દુર્ભાગ્ય છે કે સરકારમાં પરિવર્તન થાય તેમાં સંવેદનશીલતા અને પરિપકવતા જોવામાં આવતી નથી.