શ્રીનાગબાઈ માતાજીની શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવતા ગાયત્રીબા-મહેશભાઈ

02 July 2022 06:01 PM
Rajkot
  • શ્રીનાગબાઈ માતાજીની શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવતા ગાયત્રીબા-મહેશભાઈ

રાજકોટ,તા.2 : ચારણીયા સમાજ રાજકોટ દ્વારા આયોજીત અષાઢી બીજ નિમીતે આઈ શ્રી નાગબાઈ માતાજી ની શોભાયાત્રા નુ રેસકોર્સ કીસાન પરા ચોક ખાતેથી પુજા-અર્ચન કરી.પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલા અને પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી મહેશભાઇ રાજપુતે પ્રારંભ કરાવ્યો હતો યાજ્ઞિક રોડ ઉપર કોંગ્રેસ ઓ.બી.સી સેલ અને એસ.ટી સેલ દ્વરા માઈ ભક્તો માટે ઠંડા પીણ ની વ્યવસ્થા કરવામા આવી હતી રામકૃષ્ણ આશ્રમ પાસે શહેર પ્રમુખ પ્રદીપભાઈ ત્રીવેદી અશોકસિંહ વાઘેલા, દિલીપભાઈ આશવાણી, કનકસિંહ જાડેજા, એડવોકેટ જીગ્નેશ જોષી, દિલીપક ભાટિયા, બોરીચાભાઈ મહેશભાઇ બુધવાણી, જીગ્નેશ સોની, ભાવેશભાઇ રાજપુત, હીરલબેન રાઠોડ, પ્રફુલાબા રાઠોડ, સહિતના કોંગ્રેસ આગેવાનો દ્વારા શોભાયાત્ર નુ ભવ્ય સ્વાગત કરવામા આવ્યુ હતુ અને યાત્રીકો માટે ગાયત્રીબા અશોકસિંહ વાઘેલા દ્વારા છાસ વિતરણ ની વ્યવસ્થા કરવામા આવી હતી જેનો સૌ યાત્રિકો તેમજ જાહેર જનતા એ લાભ લીધો હતો.


Related News

Loading...
Advertisement
Advertisement