સણોસરાના ધાડ-લૂંટના ગુનામાં વધુ એક આરોપી જામીન મુક્ત

02 July 2022 06:03 PM
Rajkot Crime
  • સણોસરાના ધાડ-લૂંટના ગુનામાં વધુ એક આરોપી જામીન મુક્ત

રાજકોટ, તા.2 : રાજકોટ તાલુકાના સણોસરા ગામની સીમમાં આવેલી વાડીએ ધારીયા, દાંતરડા જેવા હથિયારથી હુમલો કરી ધાડ પાડી લૂંટ કર્યાની ફરિયાદ નોંધાઈ હતી. આ ગુનામાં પકડાયેલ અમુક આરોપી અગાઉ જામીન મુક્ત થયા હતા ત્યારે હવે વધુ એક આરોપીની જામીન અરજી સેસન્સ કોર્ટે મંજુર કરી છે.

બનાવની વિગત મુજબ સણોસરા ગામની સીમમાં ફરીયાદી વીરજીભાઈ ભગવાનજીભાઈ બાવળીયા પોતાની વાડીએ પરિવારના સભ્યો સાથે સુતા હતા. ત્યારે અજાણ્યા આરોપીઓએ ધારીયા, દાંતરડા જેવા હથિયાર સાથે હુમલો કરેલો અને રોકડ રૂ. 1.38 લાખ અને સોનાચાંદીના દાગીના મળી કુલ રૂ.1.99 લાખની લૂંટ કરી હતી. જે અંગે કુવાડવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતા પોલીસે આરોપી લક્ષ્મણ છનુ ભુરિયા સહિતનાની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા. આરોપી લક્ષ્મણ ભુરિયાએ સેસન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી.

જે જામીન અરજી ચાલી જતા બચવા પક્ષના વકીલે ધારદાર રજૂઆતો કરી હતી કે, આ ગુનામાં કોઈ રિકવરી થઈ નથી. ફરિયાદ મુજબ આરોપીઓએ બુકાની બાંધેલી હતી, તેમની દલીલો અને ઉચ્ચ અદાલતના રજુ રાખેલા ચુકાદા ધ્યાન લઈ સેસન્સ કોર્ટે બચાવ પક્ષની દલીલ ગ્રાહય રાખી આરોપીને જામીન ઉપર મુક્ત કરવા હુકમ ફરમાવ્યો હતો. આ કેસમાં આરોપી વતી યુવા એડવોકેટ હર્ષ આર. અને નીરવ પંડ્યા રોકાયેલા હતા.


Related News

Loading...
Advertisement
Advertisement