રાજકોટ: તા.2
માહિકાના પાટિયા પાસે સાંજે ઘરે આવેલા પતિએ રોટલી કાચી કેમ બનાવી કહેતા પત્નીએ એસિડ પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવારમાં અત્રેની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગેની વિગત અનુસાર માહિકાના પાટિયા પાસે રામકીરણ સોસાયટીમાં રહેતા હેતલબેન વિજયભાઈ વાઘેલા (ઉ.વ.22) ગત રોજ સાંજે પોતાના ઘરે એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
જેમને સારવારમાં અત્રેની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વધુમાં પરિણીતાના મામાએ જણાવ્યું હતું કે તેમના લગ્ન ચાર માસ પેહલા પહેલાં ચોટીલા રહેતા વિજય સાથે થયા હતાં. જે બાદ બંને કારખાનામાં કામ કરવા માટે રાજકોટ આવ્યા હતા. જે બાદ બંને પતિ પત્ની ને અવારનવાર ઝઘડા થતાં હતાં. ગત રોજ તેમના પતિ એ રોટલી કાચી હોવાનું કહેતા માઠું લાગી આવતા પગલું ભર્યું હતું.બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે લોધિકા પોલીસને જાણ કરી હતી.
બીજા બનાવમાં દૂધસાગર રોડ પરના હાઉસીંગ બોર્ડ ક્વાર્ટરમાં રહેતાં ધાર્મિષ્ઠાબેન મનીષભાઈ આશરા (ઉ.વ.35) ગત રોજ ઘરે હતાં ત્યારે અગમ્ય કારણોસર ઝેરી ચોક ખાઈ જતાં બેભાન થઈ ઢળી પડ્યા હતાં. જેમને તાત્કાલિક સારવારમાં અત્રેની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને જાણ કરી હતી.