કારખાનેદાર પ્રેમી પાસેથી પૈસા પડાવવા ધાક ધમકી આપ્યાના કેસમાં આરોપી જામીન મુક્ત

02 July 2022 06:05 PM
Rajkot Crime
  • કારખાનેદાર પ્રેમી પાસેથી પૈસા પડાવવા ધાક ધમકી આપ્યાના કેસમાં આરોપી જામીન મુક્ત

વીંછીયા તાલુકાના થોરીયાળી ગામે રહેતા કારખાનેદારની પ્રેમિકાના લગ્ન થઈ ગયા બાદ આરોપીઓએ દુષ્કર્મનો કેસ દાખલ કરવાની ધમકી આપતા ફરિયાદ નોંધાઈ હતી

રાજકોટ, તા.2 : કારખાનેદારને પ્રેમ સંબંધ બાબતે ધાક ધમકી આપી પૈસા પડાવવાના કેસમાં અદાલતે આરોપીની જામીન અરજી મજૂર કરી છે. વિંછીયાનાના થોરીયાળી ગામે રહેતા અને બોટાદમાં કારખાનું ધરાવતા કેયુર રણછોડભાઈ કોરડીયા નામના યુવકના કારખાને કામ કરવા આવતી યુવતી સાથે કેયુર કોરડીયાને પ્રેમ સંબંધ બંધાયો હતો, જે બાદ યુવતીના દાહોદ પંથકના યુવક સાથે લગ્ન થયા હતા.

આ અંગે કેયુર કોરડીયાએ આરોપી રાહુલ સૈયદને વાત કરી હતી કારખાનેદાર કેયુર કોરડીયા પાસેથી પૈસા પડાવવા રાહુલ સૈયદ, અમૃત રાજપરા અને ઘનશ્યામ નામના શખ્સોએ યુવતી તેના ઉપર બળાત્કારની ફરિયાદ કરશે અને તું દુષ્કર્માના કેસમાં ફીટ થઈ જઈશ તેવી ખોટી વાત ઉભી કરી ધમકી આપી રૂ.2 લાખ પડાવવા માંગણી કરી હતી. જેથી કેયુર કોરડીયાએ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ વિંછીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી,

પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કરતા રાહુલ સૈયદે પોતાના એડવોકેટ મારફત જામીન મુક્ત થવા અદાલતમાં જામીન અરજી કરી હતી. કોર્ટમાં આરોપીના વકીલે કરેલી દલીલો ગ્રાહ્ય રાખી અદાલતે આરોપી રાહુલ સૈયદને જામીન મુક્ત કરવા હુકમ કર્યો હતો. આ કેસમાં રાજકોટના યુવા એડવોકેટ રણજીત એમ. પટગીર, સાહિસ્તાબેન ખોખર, મિતેષ એચ. ચાનપુરા અને પ્રહલાદસિંહ બી. ઝાલા રોકાયેલા હતા.


Related News

Loading...
Advertisement
Advertisement