રાજકોટ,તા.2 : ઉપલેટાના બસ સ્ટેન્ડ ચોકમાં ચાની દુકાન ધરવાતા સતિષ નામના યુવકને રોહીત સુવા, મીત સુવા, અને રવિ વસરા, નામના શખ્સોએ ઓટાપર બેસવાની કેમ ના પાડે છે કહી તવિથાથી ફટકારતા પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ હતી.બનાવ અંગે ફરીયાદી સતીષ પાંચાભાઈ સુસરા (ઉ.વ.21) (રહે.આમ્રપાલી સોસાયટી ઉપલેટા) એ જણાવ્યું હતું કે ગઈ તા.30ના રાત્રીના અગ્યાર વાગ્યે હું મારી ચાની હોટલે હાજર હતો ત્યારે ધસી આવેલા રોહિત કિશોર સુવા, મીત કીશોર સુવા, રવિ મારબી વસરા, (ત્રણેય રહે.ઉપલેટા)એ ઝઘડો કરી ચાના ટોપમાં રહેલ તવિથો ખેંચીને ફટકારી દિધેલ હતો
અને હવે થી ઓટે બેસવાની ના પાડીશ તો તર્ન પુરોકરી દેવો છે જાનથી મારી નાખવાની ધમકી આપી નાશી છુટયા હતાં.વધુમાં જણાવ્યું હતું કે ત્રણેય શખ્સો વ્હેલી સવારે મારી દુકાનના ઓટલે બેસી ત્યાંથી પસાર થતી છોકરીઓની મજાક-મશ્કરી કરતા હોઈ જેથી અમારી હોટલની છાપ બગડતી હોઈ મે તેમને ટપારેલ હતા અને અહિં તમારે બેસવાની ના પાડી હતી જેનો ખારરાખીને મારામારી કરી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી ઉપલેટા પોલીસ મથકના એ એસ આઈ એસબી નિરંજની અને સ્ટાફે તપાસ હાથ ધરી હતી.