લાતી પ્લોટમાં ભાડુઆત વેપારીઓની દુકાનના તાળા તોડી માલ-સામાનની લૂંટ થયાની સીપીને ફરિયાદ

02 July 2022 06:06 PM
Rajkot Crime
  • લાતી પ્લોટમાં ભાડુઆત વેપારીઓની દુકાનના તાળા તોડી માલ-સામાનની લૂંટ થયાની સીપીને ફરિયાદ

શ્રીનાથ ભુવન તરીકે ઓળખાતી મિલ્કતમાં વર્ષોથી દુકાનો ભાડે હોય કોર્ટનો મનાઈ હુકમ છતા બારોબાર સોદો કરાયો હોવાનો આક્ષેપ

રાજકોટ, તા.2
લાતીપ્લોટમાં ભાડુઆત વેપારીઓની દુકાનના તાળા તોડી માલ-સામાનની લૂંટ થયાની પોલીસ કમિશનરને ફરિયાદ કરવામાં આવી છે. શ્રીનાથ ભુવન તરીકે ઓળખાતી મિલ્કતમાં વર્ષોથી દુકાનો ભાડે હોય છતા બારોબાર સોદો કરાયો હોવાનો આરોપ લગાવાયો છે.

કુવાડવા રોડ પાસે લાતી પ્લોટ વિસ્તારમાં આવેલ શ્રીનાથ ભુવન તરીકે ઓળખાતી મિલ્કતમાં ભાડે દુકાનો ધરાવતા વેપારીઓ ધર્મેશભાઈ બાલકૃષ્ણભાઈ કટારીયા, મનસુખલાલ કરશનદાસ કટારીયા, યતીન મનસુખલાલ કટારીયા, અમરભાઈ ઓઢામલ મોટવાણી, વિજયકુમાર બાબુલાલ બોરીયા, મહમદઅલી મુનવરઅલી, મુસ્તફાભાઈ અલીહુશેન ભારમલ તથા રાજેશભાઈ સુંદરજીભાઈ વિગેરે વેપારીઓ વર્ષોથી ભાડુઆત કબ્જે દુકાન ગોડાઉન ધરાવે છે. આ દુકાનો વર્ષો પહેલા નાથાલાલ માણેકચંદ દોશી પાસેથી ભાડે રાખેલ. નાથાલાલના અવસાન બાદ તેમના પુત્ર અમીતભાઈએ વર્ષ 2015 ગૌતમ વલ્લભ કપુરીયાને મિલ્કત મિલ્કત ખાલી છે

તેવું દર્શાવી વેચાણ આપી હતી. ભાડુઆતોએ સિવિલ કોર્ટમાં માલિક સામે દાવો દાખલ કર્યો હતો. કોર્ટએ ભાડુઆતોની તરફેણમાં મનાઈ હુકમ ફ2માવી દાવામાં ઉલ્લેખેલ મિલ્કતની પરિસ્થિતિ યથાવત રાખવા પ્રતિવાદીઓને આદેશ કરેલો, જોકે પ્રવર્તમાન માલિક ગૌતમભાઈએ દિનેશ ઠાકરશી કુંજડીયા (રહે. ગોંડલ)ને વેચાણ આપવાનો અનરજીસ્ટર્ડ સાટાખત કરી આપ્યો છે. સાટાખત વર્ષ 2021 માં કરી આપેલ. જે આધારે દિનેશએ માલિક ગૌતમ કપુરીયાના સહકારથી ભાડુઆતોને કનડવાનું અને કબ્જો પડાવવા ધમકાવવાનું શરૂ કર્યું હતું.

તેમાં તેઓ સફળ નહિ થતાં દિનેશ કુંજડીયા પાંચથી સાત સાગરીતો સાથે તા.23 જૂનના રોજ સ્થળ ઉપર આવી ભાડુઆતોના બોર્ડ ઉપર કલ2નો પીછડો મારી દુકાનના તાળા તોડી તેમાં સ્ટોર કરેલ માલની બોરીઓને કારમાં ભરી લુંટ કરી હતી. તે બાબતે સી.સી.ટી.વી. કેમેરાના વીડીયો ફુટેજ અને ફોટોગ્રાફસ સાથે પોલીસ કમિશ્નરને ઉપરોકત વેપારીઓએ ફરીયાદ કરી છે. જે ફરિયાદ બી - ડીવીઝન પોલીસ સ્ટેશનના જવાબદાર અધિકારીને તપાસ કરી યોગ્ય પગલાં લેવા માટે મોકલી આપી હતી. આ ફરિયાદમાં વેપારીઓ વતી એડવોકેટ વિકાસ કે. શેઠ રોકાયેલા છે.


Related News

Loading...
Advertisement
Advertisement