ગુજરાતમાં ધીમી ગતિએ વધતા કોરોના કેસ : છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝીટીવ નવા 580 નવા દર્દી નોંધાયા : 391 ડિસ્ચાર્જ

02 July 2022 10:27 PM
Rajkot Gujarat
  • ગુજરાતમાં ધીમી ગતિએ વધતા કોરોના કેસ : છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝીટીવ નવા 580 નવા દર્દી નોંધાયા : 391 ડિસ્ચાર્જ

રાજકોટમાં કોરોનાના 8 નવા કેસ સામે 5 દર્દી સાજા થયા

રાજકોટ:
રાજ્યમાં કોરોનાના નવા 580 કેસ નોંધાયા છે. આજે કોરોનાથી એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી. રાજ્યમાં 391 દર્દીઓ થયા સાજા થયા છે. અમદાવાદમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. અમદાવાદમાં કોરોનાના 236 કેસ, સુરતમાં 106 કેસ સપાટી પર આવ્યા છે.

ગુજરાતમાં ધીમી ગતિએ કોરોના કેસ વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝીટીવ નવા 580 નવા દર્દી નોંધાયા છે. જ્યારે 391 દર્દી ડિસ્ચાર્જ થયા છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ 236, સુરત 106, વડોદરા 36, મહેસાણા 29, વલસાડ 23, ગાંધીનગર 31, કચ્છ - નવસારી 19, ભાવનગર 12, જામનગર 11, રાજકોટ - પાટણ 8, મોરબી 7, , બનાસકાંઠા - સાબરકાંઠા 6, આણંદ - ખેડા - સુરેન્દ્રનગર 4, અમરેલી - ભરૂચ 3, અરવલ્લી - પોરબંદર 2, ગીર સોમનાથ 1 કેસ નોંધાયો છે.

રાજયમાં 3 દર્દી વેન્ટીલેટર ઉપર, જ્યારે 3475 દર્દીઓ સ્ટેબલ છે. રાજયનો કુલ મૃત્યુઆંક 10947 તથા પોઝીટીવ કેસનો આંક 1233242 ઉપર પહોંચ્યો છે.

● રાજકોટ શહેરમાં 66 એક્ટિવ કેસ

રાજકોટમાં કોરોનાના 8 નવા કેસ સામે 5 દર્દી સાજા થયા છે. શહેરમાં 07 કેસ, 2 ડિસ્ચાર્જ અને ગ્રામ્યમાં 01 કેસ, 3 દર્દી ડિસ્ચાર્જ થયા છે. કોર્પોરેશન વિસ્તારમાં એક્ટિવ કેસની સંખ્યા 66 ઉપર સ્થિર છે.


Related News

Loading...
Advertisement
Advertisement