રાજકોટ:
રાજકોટના મોચીનગર, એસ્ટ્રોન સોસાયટી, માધાપર ચોકડી, રૈયા રોડ પર કોરોના કેસ નોંધાયા છે. આલાપ ગ્રીન, વૈશાલી નગર સહિતના વિસ્તારોમાં સંક્રમણ ફેલાયું છે.
મોચીનગરમાં 45 વર્ષીય પુરુષ, એસ્ટ્રોન સોસાયટીમાં 74 વર્ષીય વૃદ્ધ, માધાપર ચોકડી પાસે 45 વર્ષીય મહિલા અને 55 વર્ષીય પુરુષ, રૈયા રોડના આલાપ ગ્રીન સિટીમાં 49 વર્ષીય મહિલા, વૈશાલી નગરમાં 63 વર્ષીય વૃદ્ધા અને પૂજારા ટેલિકોમ પાસે રહેતા 37 વર્ષીય યુવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો.
● રાજકોટ શહેરમાં 66 એક્ટિવ કેસ
રાજકોટમાં કોરોનાના 8 નવા કેસ સામે 5 દર્દી સાજા થયા છે. શહેરમાં 07 કેસ, 2 ડિસ્ચાર્જ અને
ગ્રામ્યમાં 01 કેસ, 3 દર્દી ડિસ્ચાર્જ થયા છે. કોર્પોરેશન વિસ્તારમાં એક્ટિવ કેસની સંખ્યા 66 ઉપર સ્થિર છે.