રવિવારે ઇન્ડિગોના ક્રૂ મેમ્બર્સ સામૂહિક રજા પર ઉતરી જતા ૯૦૦ ફ્લાઈટ્સને અસર, લાખો પ્રવાસીઓ મુશ્કેલીમાં : ઉડ્ડયન મંત્રાલયે ખુલાસો માગ્યો

03 July 2022 06:50 PM
India
  • રવિવારે ઇન્ડિગોના ક્રૂ મેમ્બર્સ સામૂહિક રજા પર ઉતરી જતા ૯૦૦ ફ્લાઈટ્સને અસર, લાખો પ્રવાસીઓ મુશ્કેલીમાં : ઉડ્ડયન મંત્રાલયે ખુલાસો માગ્યો

ન્યુ દિલ્હી : રવિવારે એરલાઈન્સ કંપની IndiGoની ઘણી ફ્લાઈટ્સ વિલંબમાં મૂકાઈ હતી. ક્રૂ મેમ્બર્સ ન આવતા ઘણી ફ્લાઈટ્સ ટાઈમસર ઉપડી શકી નહોતી આને કારણે પ્રવાસીઓને મોટી તકલીફનો સામનો કરવો પડ્યો હતો. ક્રૂ મેમ્બર્સ સામૂહિક રજા પર ઉતરી જતા ફ્લાઈટ્સ ખોરવાઈ હતી.
નાગરિક ઉડ્ડયન મંત્રાલય એક્શનમાં, એરલાઈન્સ કંપની પાસેથી ખુલાસો માગ્યો
આ ઘટના બાદ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલય હરકતમાં આવ્યું હતું અને કંપની પાસેથી ખુલાસો માગ્યો હતો.

ઈન્ડીગો દેશમાં દરરોજ 1600 ફ્લાઈટ્સનું સંચાલન કરે છે

સસ્તા ભાડામાં હવાઈ મુસાફરી કરાવતી ઈન્ડીગો દેશમાં દરરોજ 1600 ફ્લાઈટ્સનું સંચાલન કરે છે. આ ઘટનાને કારણે લાખો પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા હતા.

શનિવારે પણ ઘણી ફ્લાઈટ અટવાઈ હતી
શનિવારે પણ ઈન્ડીગોની ઘણી ફ્લાઈટ્સ અટવાઈ હતી તે વખતે પણ ઘણો સ્ટાફ ડ્યુટી પર હાજર થયો નહોતો આને કરાણે ઘણી ફ્લાઈટ્સ સમયસર ઉપડી શકી નહોતી અને લાખો પ્રવાસીઓને હેરાન થવું પડ્યું હતું


Related News

Loading...
Advertisement
Advertisement