રાજકોટ: શાપર ઔદ્યોગિક વિસ્તાર શ્રમિક પરિવારની 4 વર્ષની બાળકી ઉપર 15 વર્ષના સગીરે દુષ્કર્મ આચર્યું

03 July 2022 07:22 PM
Rajkot Crime
  • રાજકોટ: શાપર ઔદ્યોગિક વિસ્તાર શ્રમિક પરિવારની 4 વર્ષની બાળકી ઉપર 15 વર્ષના સગીરે દુષ્કર્મ આચર્યું

ટીવી જોવાના બહાને ઓરડીમાં બોલાવી સગીર આરોપીએ બાળકીને હવસનો શિકાર બનાવી : શાપર પોલીસે ગુનો નોંધ્યો : આરોપી સગીરની અટકાયત

રાજકોટ:
રાજકોટના શાપરમાં શ્રમિક પરિવારની 4 વર્ષની બાળકી ઉપર તેના જ પાડોશી 15 વર્ષના સગીરે દુષ્કર્મ આચર્યું છે. માતા-પિતા કારખાનામાં મજૂરી કામે ગયા હતા ત્યારે બાળકીને ટીવી જોવાના બહાને ઓરડીમાં બોલાવી સગીર આરોપીએ બાળકીને હવસનો શિકાર બનાવી હતી. ઘટનાના પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી છે.

બનાવ અંગે મળતી વિગત મુજબ શાપર-વેરાવળમા આવેલ કારખાના વિસ્તારમા મજૂરી કામ કરતા પરિવારની 4 વર્ષની માસુમ બાળકી પર સગીર આરોપીએ દુષ્કર્મ આચર્યું છે. જાણવા મળેલી વિગત મુજબ બાળકીના માતાપિતા મજૂરી કામ માટે શાપરના એક કારખાનામાં ગયા હતા. એ સમયે 4 વર્ષની માસુમ બાળકી પર નજીકમાં જ રહેતા સગીર વયના આરોપીએ બાળકીને કારખાનાની અંદર આવેલી એક ઓરડીમાં ટીવી જોવાના બહાને બોલાવી હતી. આ દરમિયાન સગીરે ટીવી જોતી બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. માતા - પિતા આવ્યા ત્યારે બાળકીએ રડતા રડતા આ હકીકત જણાવતા પરિવાર સ્તબ્ધ થઇ ગયો હતો. માસૂમ બાળાને તુરંત રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં પોલીસ પણ દોડી આવી હતી. બાળકીના પિતાએ માંગ કરી છે કે, 'આરોપીને કડકમાં કડક સજા થવી જોઈએ. જેથી કરી અન્ય કોઈ આ રીતે માસુમ બાળકીને પોતાની હવસનો શિકાર કરતા પહેલા વિચાર કરે.' હાલ શાપર પોલીસે ગુનો નોંધી દુષ્કર્મ આચરનાર સગીર આરોપીની અટકાયત કરી છે. અને તેનો મેડિકલ ચેકઅપ કરાવવાની પ્રક્રિયા હાથ ધરી છે.


Related News

Loading...
Advertisement
Advertisement