રાજકોટ શહેરમાં 20 દિવસ બાદ આજે કોરોનાનો એક પણ કેસ ન નોંધાયો

03 July 2022 08:12 PM
Rajkot
  • રાજકોટ શહેરમાં 20 દિવસ બાદ આજે કોરોનાનો એક પણ કેસ ન નોંધાયો

ગ્રામ્યમાં 2 નવા કેસ, શહેરમાં છેલ્લે 14 જૂને શૂન્ય કેસ નોંધાયા હતા

રાજકોટ:
રાજકોટ શહેરમાં 20 દિવસ બાદ આજે કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. શહેરમાં છેલ્લે 14 જૂને શૂન્ય કેસ નોંધાયા હતા.

આ તરફ ગ્રામ્યમાં 2 નવા કેસ, નોંધાયા છે. શનિવારે જિલ્લામાં કોરોનાના 8 નવા કેસ સામે 5 દર્દી સાજા થયા હતા જેમાં શહેરમાં 07 કેસ, 2 ડિસ્ચાર્જ અને
ગ્રામ્યમાં 01 કેસ, 3 દર્દી ડિસ્ચાર્જ થયા હતા.

રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં આજે 9 દર્દી સાજા થયા પછી એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 57 થઈ છે.

● ગઈકાલે શહેરમાં નવા 7 કેસ નોંધાયા હતા

શનિવારે મોચીનગરમાં 45 વર્ષીય પુરુષ, એસ્ટ્રોન સોસાયટીમાં 74 વર્ષીય વૃદ્ધ, માધાપર ચોકડી પાસે 45 વર્ષીય મહિલા અને 55 વર્ષીય પુરુષ, રૈયા રોડના આલાપ ગ્રીન સિટીમાં 49 વર્ષીય મહિલા, વૈશાલી નગરમાં 63 વર્ષીય વૃદ્ધા અને પૂજારા ટેલિકોમ પાસે રહેતા 37 વર્ષીય યુવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.


Related News

Loading...
Advertisement
Advertisement