હવે ગાય માટે ફિટનેસ બેલ્ટ

05 July 2022 11:09 AM
Surat Gujarat
  • હવે ગાય માટે ફિટનેસ બેલ્ટ

‘અમુલ’નો પ્રયોગ: ગાયોના સ્વાસ્થ્ય પર ડીજીટલ બેલ્ટની માલીકના મોબાઈલ પર માહિતી અપાશે

આણંદ: ડીજીટલ-બેલ્ટ કે ફીટનેસ બેલ્ટ એ હવે ફકત માનવીઓનો જ ઈજારો રહેશે નહી પણ ખાસ કરીને વિશ્ર્વના અનેક દેશોમાં પાલતુ પ્રાણીઓના ગળામાં ખાસ પ્રકારના ડીજીટલ બેલ્ટ પહેરાવાય છે જેથી તેને સતત ટ્રેક કરી શકાય છે. હવે ગુજરાતની વિખ્યાત ‘અમૂલ’ બ્રાન્ડ ધરાવતા ડેરી-સંઘો તેના સભ્ય પશુપાલકો માટે ખાસ એક યોજના લાવી રહી છે અને તે છે ગાયો માટે ફીટનેસ બેલ્ટ...

આણંદના ઉમરેઠ તાલુકાના શીલી ગામના પશુપાલક જેઓ વિશાળ સંખ્યામાં ગાયો ધરાવે છે. તેઓને પોતાના પશુધન જો માંદા પડવાના ચિન્હો દર્શાવે તો આ પશુપાલકને એડવાન્સમાં ખ્યાલ આવી જાય છે તે માટે તેઓએ ઈઝરાયેલી પદ્ધતિની ટેકનોલોજીથી તેમની ગાયોના ગળામાં ડીજીટલ બેલ્ટ બાંધ્યો છે તેની કમાલ છે.

સામાન્ય રીતે વપરાતા ફીટનેસ બેલ્ટ માનવીના આરોગ્ય અંગેનો ડેટા એકત્ર કરે છે પણ ગાયો માટેના ફીટનેસ બેલ્ટ- ગાયની તમામ મુવમેન્ટ- તેના હૃદયના ધબકારા વિ. મોનીટર કરે છે. ઉપરાંત ગાયના ઘાસ- ખાણદાણ ખાવાના કે પાણી પીવાના વિ. સમય અને માત્રાની નોંધ લે છે. પશુઓ બિમાર પડે એટલે તેમનો ખોરાક ઘટી જાય છે અથવા લેવાનું બંધ કરે છે. ઉપરાંત ગાયો કે માંદા પશુઓમાં સાયકલ પર ખાસ નજર રહે છે જે તેના ગર્ભધાનનો સમય છે.

આ ડીજીટલ બેલ્ટ એક સીમ આધારીત હોય છે અને તેના ડેટા અમુલના ખાસ ડેટા સેન્ટર પર મળે છે જેના આધારે ગાયો કે પછી કોઈ પાલતુ પશુ બિમાર પડે કે તેની ખાનપાનની આદત બદલાય તો તુર્ત જ માલીકોને એલર્ટ કરી શકાય છે અને આ માટે ટેલીકોમ કંપનીઓની પણ મદદ લઈને ગાય માટે ખાસ મોબાઈલ ચીપ મારફત આ ડેટા લાંબા અંતર સુધી ટ્રાન્સફર થઈ શકશે.


Related News

Loading...
Advertisement
Advertisement