રેલવેમાં સીનીયર સીટીઝનોના કન્સેશન રદ; સાંસદો-નેતાઓના ‘જલ્સા’ યથાવત

05 July 2022 12:23 PM
India Travel
  • રેલવેમાં સીનીયર સીટીઝનોના કન્સેશન રદ; સાંસદો-નેતાઓના ‘જલ્સા’ યથાવત

સાંસદો વતી ટીકીટ કન્સેશન પેટે રૂા. 62 કરોડ ચૂકવ્યા

નવી દિલ્હી,તા. 5
કોરોનાકાળ બાદ રેલવેમાં સીનીયર સીટીઝન વગેરેને અપાતી રાહતો બંધ કરી દેવામાં આવી છે. પરંતુ સાંસદો સહિતના નેતાઓને કરોડો રુપિયાની રાહત યથાવત રાખી છે.

માહિતી અધિકાર કાયદા હેઠળ ખુલેલી વિગતો પ્રમાણે સીનીયર સીટીઝનને ટ્રેન કન્સેશન માર્ચ 2020થી રદ કરી નાખવામાં આવ્યું છે પરંતુ સાંસદો-પૂર્વ સાંસદોને આ સવલતો યથાવત છે. છેલ્લા પાંચ વર્ષમાં સાંસદોને ટીકીટ કન્સેશન પેટે 62 કરોડની રાહત આપવામાં આવી હતી.

લોકસભા સેક્રેટરીએટ દ્વારા માહિતી અધિકાર કાયદા હેઠળ અપાયેલા જવાબમાં એમ કહેવાયું હતું કે 2021-22માં 3.99 કરોડ, 2020-21માં 2.47 કરોડ, 2019-20માં 16.40 કરોડ, 2018-19માં 17.75 કરોડ તથા 2017-18માં 19.34 કરોડ સાંસદોના ટ્રેન કન્સેશન પેટે નાણા મંજુર કરવામાં આવ્યા હતા.

કોરોના મહામારી વખતથી રેલવેએ સીનીયર સીટીઝનોના કન્સેશન બંધ કરી દીધા હતા. સબસીડી બીલ ઘટાડવાનું કારણ આપવામાં આવ્યું હતું. રેલવેની મૂળ સ્કીમ હેઠળ સીનીયર સીટીઝન પુરુષને ટ્રેન ટીકીટમાં 40 ટકા તથા મહિલાને 50 ટકાનું કન્સેશન આપવામાં આવતું હતું.

રેલવેના રિપોર્ટ પ્રમાણે માર્ચ 31 માર્ચ 2022 દરમ્યાન 7.31 કરોડ સીનીયર સીટીઝનોએ રેલવેમાં મુસાફરી કરી હતી. જેઓને કન્સેશનથી વંચિત રહેવું પડ્યું હતું.


Related News

Loading...
Advertisement
Advertisement