શનિવારે સુરતમાં જૈનાચાર્ય શ્રી જિનચંદ્રસાગરસૂરિજી મહારાજનો ઉમરા શ્રી સંઘમાં ભવ્ય ચાતુર્માસ પ્રવેશ

05 July 2022 03:55 PM
Surat Rajkot
  • શનિવારે સુરતમાં જૈનાચાર્ય શ્રી જિનચંદ્રસાગરસૂરિજી મહારાજનો ઉમરા શ્રી સંઘમાં ભવ્ય ચાતુર્માસ પ્રવેશ

રાજકોટ,તા.5 : જિનશાસન રત્ન બંધુ બેલડી પ.પૂ. આચાર્ય દેવશ્રી જિનચંદ્રસાગરસૂરિજી મહારાજ આદિ વિશાળ શ્રમણ-શ્રમણી વૃંદનું આગામી તા.9મી જૂલાઇના શનિવારે સુરતના ઉમરા શ્રી સંઘમાં ભવ્યાતિ ભવ્ય ચાતુર્માસ પ્રવેશ થશે. ઉંઝામાં પૂ. ગણિવર્ય શ્રી તારકચંદ્રસાગરજી મ. આદિ ઠાણાનો ભવ્ય ચાતુર્માસ પ્રવેશ તા.3જીના ઉમંગભેર ઉજવાયો.અયોધ્યાપુરમ મહાતીર્થમાં પૂ. બાપજી મ. સમુદાયના મૂ. સાધ્વીજી શ્રી લક્ષગુણા શ્રીજી મ. આદિ ઠાણા-12નો તા.4ના ભવ્ય ચાતુર્માસ પ્રવેશ થયેલ છે.

તેમજ આનંદ સાગર સમુદાયના પૂ. સા શ્રી નયપ્રજ્ઞાશ્રીજી મ. આદિ ઠાણા તથા નૂતન દીક્ષિત સા.સત્વલયાશ્રીજી મ. તથા સા. શ્રી તત્વલયા શ્રીજી મ. આદિનો અયોધ્યાપુરમ તીર્થમાં ચાતુર્માસ પ્રવેશ થયેલ છે.ઇન્દોરમા શ્રી જૈન શ્ર્વે. તપા. ઉપાશ્રય ટ્રસ્ટ શ્રી સંઘ (રેસકોર્ષ સંઘ)માં આચાર્ય બંધુ બેલડીના શિષ્યરત્ન પૂ. તપસ્વી ગણિવર્ય શ્રી સમ્યકચંદ્રસાગરજી મ. તથા શ્રી મનકચંદ્ર સાગરજી મ. આદિઠાણાનો તા.3 જી જુલાઇના રવિવારના ભવ્ય ચાતુર્માસ પ્રવેશ સંપન્ન થયેલ છે. તેમ અયોધ્યાપુરમ તીર્થના મેનેજીંગ ટ્રસ્ટી જયંતભાઇ મહેતાએ જણાવેલ છે.


Related News

Loading...
Advertisement
Advertisement