તા.8 અને 9 જુલાઈના ભાજપની પ્રદેશ કારોબારી સુરતમાં

05 July 2022 04:41 PM
Surat Gujarat
  • તા.8 અને 9 જુલાઈના ભાજપની પ્રદેશ કારોબારી સુરતમાં

રાષ્ટ્રીય કારોબારીના પ્રસ્તાવોને અનુમોદન અપાશે: કારોબારી પુર્વે પક્ષની કોર ગ્રુપની બેઠકમાં ચૂંટણી તૈયારીઓ અંગે ચર્ચા આગળ વધશે

રાજકોટ તા.5 : ભાજપની રાષ્ટ્રીય કારોબારી સંપન્ન થયા બાદ હવે તા.8 અને 9ના રોજ ગુજરાત પ્રદેશ ભાજપની કારોબારી સુરત ખાતે મળશે અને તે પુર્વે પક્ષની કોર કમીટીની બેઠક પણ મળશે જેમાં વિધાનસભા ચૂંટણીઓની ચર્ચા થશે. પ્રદેશ કારોબારીમાં કેન્દ્રીય સ્તરે પસાર કરાયેલા પ્રસ્તાવોનું સમર્થન કરાશે. બે દિવસ મળનારી આ કારોબારી સુરત ખાતે બોલાવાઈ છે તે મહત્વનું છે.

ખાસ કરીને વિધાનસભા ચૂંટણીમાં સુરત અને શહેર અને જીલ્લાની બેઠકો ભાજપ માટે અત્યંત મહત્વની છે. 2017ની ચૂંટણીમાં અંતિમ ઘડીએ સુરતની 16 વિધાનસભા બેઠકો એ ભાજપને સરસાઈ અપાવી હતી અને સતા બચાવવામાં સફળતા મળી હતી. આ ઉપરાંત સુરત એ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનું હોમગ્રાઉન્ડ છે તથા પાટીદાર સમાજની દ્રષ્ટીએ સુરતનું મહત્વ છે. તા.8 અને 9ની કારોબારીમાં રાષ્ટ્રીય મહામંત્રી બી.એલ.સંતોષ એક સેશન માટે હાજરી આપે તેવી શકયતા છે. ભાજપની આ કારોબારીમાં વર્તમાન ભુપેન્દ્ર પટેલ સરકાર દ્વારા જે છેલ્લા આઠ માસમાં અનેક નિર્ણયો લેવાયા છે તેને અભિનંદન આપતો પ્રસ્તાવ પણ પસાર કરવામાં આવશે.


Related News

Loading...
Advertisement
Advertisement