સુરતના ઓલપાડમાં બે કલાકમાં ચાર ઈંચ વરસાદ: સેનાખાડી ઓવરફલો

06 July 2022 05:41 PM
Surat
  • સુરતના ઓલપાડમાં બે કલાકમાં ચાર ઈંચ વરસાદ: સેનાખાડી ઓવરફલો

રાજકોટ તા.6
હવામાન વિભાગની ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે સુરત જીલ્લામાં ભારે વરસાદ ખાબકયો છે. સુરતના ઓલપાડમાં વહેલી સવારે 4થી 6 બે કલાકમાં ચાર ઈંચ વરસાદ ખાબકયો હતો. જેના કારણે ઓલપાડમાંથી પસાર થતા સેનાખાડી ઓવરફલો થઈ ગઈ હતી. ખાડીના પાણી ઓલપાડના નીચાણવાળા વિસ્તારોમાં આવેલ ઘરોમાં ઘુસી ગયા હતા.

ઓલપાડ તાલુકામાં ભારે વરસાદને કારણે જનજીવનને અસર પડી છે. ઓલપાડના કાંઠા વિસ્તાર દરિયા કાંઠા નજીકના ગામોમાં ભારે વરસાદ પડયો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. બીજીબાજુ ઓલપાડની પૂર્વ પટ્ટી વિસ્તારમાં પ્રમાણસર વરસાદ હોવાથી અનિચ્છનીય સ્થિતિ સર્જાઈ નથી.

રાત્રીના 12 વાગ્યાથી વરસાદી જાપટા ચાલુ જ છે. સુરતના શહેર ઝોનમાં સવારના 8 વાગ્યા સુધીમાં 36 મી.મી. વરસાદ પડયો હતો ભારે વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગયેલ છે અને ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગયેલ છે. બીજી તરફ ખેડૂતો માટે ધીમીધારે વરસતો વરસાદ આશીર્વાદ સમાન સાબિત થયો છે.


Loading...
Advertisement
Advertisement