કોરોનાકાળ બાદ અમેરિકામાં ભણવા જનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં બમણો વધારો

08 July 2022 11:36 AM
Education India Woman
  • કોરોનાકાળ બાદ અમેરિકામાં ભણવા જનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં બમણો વધારો

* અમેરિકી દૂતાવાસને ભારતથી સવા લાખ સ્ટુડન્ટ વિઝાના આવેદન મળ્યા

* અમેરિકામાં એક છાત્ર દીઠ સરેરાશ અધધધ 50 લાખ ખર્ચ: જો સવા લાખ વિદ્યાર્થીને વિઝા મળે તો અમેરિકાને એક ભારતથી લગભગ 62500 કરોડ રૂપિયાની આવક થાય

નવી દિલ્હી તા.8
કોરોના મહામારીમાંથી બહાર નીકળ્યા બાદ ઉચ્ચ શિક્ષણ માટે અમેરિકા જનાર છાત્રોની સંખ્યામાં મોટો વધારો થયો છે. એકલા અમેરિકી દૂતાવાસને આ વર્ષે ભારતથી સવા લાખ સ્ટુડન્ટ વિઝાના આવેદનો મળ્યા છે, જેને ઈસ્યુ કરવા માટે વધારાની વ્યવસ્થા દૂતાવાસે કરવી પડી છે.

આવી જ સ્થિતિ કેનેડા, ઓસ્ટ્રેલિયા અને બ્રિટનના દૂતાવાસોમાં પણ થઈ છે. આ દૂતાવાસોમાં પણ એક-એક લાખથી વધુ છાત્રોએ વિઝા માટે આવેદન કર્યા છે, આથી વિઝા મળવામાં વિલંબ પણ થઈ રહ્યો છે.

અમેરિકી દૂતાવાસના અધિકૃત પ્રવકતાએ જણાવ્યું હતું કે, ગત વર્ષે દૂતાવાસે ઉનાળા દરમિયાન 62 હજાર સ્ટુડન્ટ વિઝા ઈસ્યુ કર્યા હતા. ત્યારે કોરોના મહામારીનો પ્રભાવ ઘણી હદ સુધી ચાલુ હતો, પરંતુ આ વર્ષે સ્ટુડન્ટ વિઝા માટે આવેદન કરનારાઓની સંખ્યા બે ગણીથી વધુ વધી છે. દૂતાવાસને દેશ પર 1.25 લાખ છાત્રોના વિઝા આવેદન મળ્યા છે, જેને અંતિમ રૂપ આપવામાં આવ્યું છે.

વિઝા પ્રક્રિયા ઝડપી કરવાનું કહેવામાં આવ્યું હતું: હાલમાં વિદેશ મંત્રાલયે અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા સહિત આઠ દેશોના દૂતાવાસોને કહ્યું હતું કે તેઓ ભારતીય છાત્રોને વિઝા પ્રક્રિયા ઝડપી કરે. અમેરિકી દૂતાવાસે જણાવ્યું હતું કે હજારો વિઝા અપોઈન્ટમેન્ટ સ્લોટ વધારવામાં આવ્યા છે અને છાત્ર વિઝા માટે ઈન પર્સન ઈન્ટરવ્યુની જરૂરિયાતને પણ બંધ કરી દેવાઈ છે.

અમેરિકામાં સરેરાશ 50 લાખનો ભણવાનો ખર્ચ: અમેરિકામાં એક છાત્રના વાર્ષિક ભણતર અને રહેવા-જમવાનો સરેરાશ ખર્ચ 50 લાખ રૂપિયા છે. જો એક વર્ષ માટે પણ સવા લાખ છાત્રોને વિઝા મળે તો અમેરિકાને લગભગ 62500 કરોડ રૂપિયાની એકલા ભારતમાંથી આવક થાય. શા માટે વધી રહી છે.

વિદેશમાં ભણનારાઓની સંખ્યા: દેશમાં ગુણવતાસભર સંસ્થાની ઓછી સંખ્યા, મધ્યમવર્ગમાં ગુણવતાસભર શિક્ષણ પ્રત્યે વધતો રસ, વિદેશમાં રહેવાની તક મેળવવાનું લક્ષ્ય, વિદેશથી ભણીને પાછા ફરવા પર રોજગારની સારી તક મળે છે.


Related News

Loading...
Advertisement
Advertisement