એલ્યુમીનીયમની કડાઈમાં ખોરાક બનાવો છો ?-તો અલ્ઝાઈમર થવાનું જોખમ

11 July 2022 11:30 AM
Surat Gujarat India Top News
  • એલ્યુમીનીયમની કડાઈમાં ખોરાક બનાવો છો ?-તો અલ્ઝાઈમર થવાનું જોખમ

એમ.એસ. યુનિવર્સિટીના સંશોધનમાં મેટલ તથા જ્ઞાનતંતૂના રોગ વચ્ચે સંબંધ હોવાનો ખુલાસો : સ્ટેનલેસ અથવા કાચના વાસણો વાપરવાની સલાહ

વડોદરા,તા. 11
એલ્યુમીનીયમની કડાઈમાં પૂરી, ફરસાણ કે અન્ય ખાદ્ય ચીજો તળતા અથવા એલ્યુમીનીયમના કૂકરમાં ખીચડી અથવા અન્ય રસોઇ રાંધતા લોકોને લાલબત્તી ધરાવમાં આવતી હોય તેમ એમ.એસ. યુનિવર્સિટીના સંશોધન રિપોર્ટમાં એવું ચોંકાવનારું તારણ દર્શાવવામાં આવ્યું છે કે એલ્યુમીનીયમ અને જ્ઞાનતંતુના રોગને સીધો સંબંધ છે. એલ્યુમીનીયમના વાસણોમાં ખોરાક રાંધવાથી અલ્ઝાઈમરનું જોખમ સર્જાય છે.

એમએસ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ ફૂડ એન્ડ ન્યુટ્રીશ્યન દ્વારા હાથધરાયેલા સંશોધનમાં એવું તારણ દર્શાવવામાં આવ્યું છે કે એલ્યુમીનીયમના વાસણો અને અલ્ઝાઇમરના રોગ વચ્ચે સીધો સંબંધ છે. સંશોધકો દ્વારા સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે રસોડામાંથી એલ્યુમીનીયમના વાસણો દૂર કરી દેવામાં આવે અને તેના સ્થાને કાચ અથવા સ્ટેનલેસ સ્ટીલના વાસણોનો ઉપયોગ કરવામાં આવે. સંશોધકો દ્વારા 90 દર્દીઓ પર સંશોધન કરવામાં આવ્યું હતું. હળવા-મધ્યમ અને તીવ્ર અલ્ઝાઇમરના આ દર્દીઓને વિવિધ પાસા ચકાસવામાં આવ્યા હતા.

એલ્યુમીનીયમના વાસણમાં રાંધેલો ખોરાક ખનારા દર્દીઓમાં અલ્ઝાઈમરની માત્રા વધુ હોવાનું માલુમ પડ્યું હતું. સંશોધનમાં સામેલ થનાર અર્પી શાહના કહેવા પ્રમાણે વિશ્વસ્તરે પણ એલ્યુમીનીયમના ઉપયોગથી અલ્ઝાઇમરનુંં જોખમ રહેતું હોવાનું વખતોવખત પ્રસ્થાપિત થયું જ છે. એલ્યુમીનીયમના વાસણોમાં ખોરાક તળવા અથવા બાફવામાં આવે ત્યારે ઉંચા તાપમાનમાં મેટલ પણ થોડી ઘણી ઓગળે છે અને ખોરાક સાથે તે પેટમાં જાય છે. પરિણામે પાચન તંત્રને અસર કરે છે.


Related News

Loading...
Advertisement
Advertisement