સાપુતારા પાસે સુરતના ગરબા કલાસીસની બસનું ટાયર ફાટતા ખીણમાં ખાબકી : બે મહિલાના મૃત્યુ

11 July 2022 12:01 PM
Surat Gujarat
  • સાપુતારા પાસે સુરતના ગરબા કલાસીસની બસનું ટાયર ફાટતા ખીણમાં ખાબકી : બે મહિલાના મૃત્યુ

અકસ્માત પહેલાના વિડીયોમાં ડાન્સ કરતું ગ્રુપ જોવા મળ્યું : હર્ષ ફેરવાઇ ગયો માતમમાં..

સુરત, તા. 11
સુરતના શ્યામ ગરબા ક્લાસિસની બસને ટૂર પરથી પરત ફરતી વેળાએ અકસ્માત નડતા બસ સાપુતારા માલેગાંવ ખીણમાં ખાબકી હતી. આ અકસ્માતમાં 2 મહિલાના મોત નિપજ્યા છે, જ્યારે અન્ય મહિલાઓ ઈજાગ્રસ્ત થઇ છે. જેથી ઇજાગ્રસ્ત મહિલાઓને સારવાર અર્થે સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે.

આ અકસ્માત પહેલાનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં અકસ્માત પહેલા મહિલાઓ બસમાં ડાન્સ ને મસ્તી કરતી જોવા મળી રહી હતી. ઉપરાંત અકસ્માત પહેલા પતિ-પત્ની વચ્ચેની વાતચીતનું રેકોર્ડિંગ પણ સામે આવ્યું છે.

ડાંગ જિલ્લાના સાપુતારા સુરતની ખાનગી બસ ખીણમાં ખાબકી હતી. આ બસમાં 50થી વધુ મહિલાઓ સવાર હતી. જેમાં 2 મહિલાઓના મોત થયા છે. તો 5 જેટલી મહિલાઓને નાની-મોટી ઇજાઓ થઇ હતી. ઈજાગ્રસ્ત મહિલાઓને નજીકની હોસ્પિટલે સારવાર માટે લઇ જવાઈ હતી. જ્યારે 50 મહિલાઓને બચાવી લેવાઇ છે આ દુર્ઘટનાના પગલે સ્થાનિકો અને આસપાસના લોકો મદદે આવી પહોંચ્યા હતા. તો એમ્બ્યુલન્સ અને પોલીસ સહિતની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી હતી. રેસ્ક્યુ કરાયેલી તમામ મહિલાઓને સુરક્ષિત સ્થળે ખસેડી લેવાઇ છે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, આ બસ દુર્ઘટનામાં બે મહિલા મુસાફરોના મોત થયા છે, જ્યારે 50 મુસાફરોને બચાવી લેવામાં આવ્યા છે. સાપુતારા પાસે 50થી વધુ મુસાફરોને લઈ જતી બસ ખીણમાં પડી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી, રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે.

સુરતના રાંદેર અડાજણ વિસ્તારમાં આવેલા ગરબા ક્લાસીસના સભ્યો 5 બસ લઇને સાપુતારાના પ્રવાસે ગયા હતા ત્યારે ટાયર ફાટતા આ અકસ્માત થયો હતો.ડાંગમાં વરસાદના પગલે રેસ્ક્યુ કામગીરીમાં મુશ્કેલી પડી હતી. તો ખીણ વિસ્તાર હોવાથી વીજપુરવઠો ન હતો જેને લઇને પણ રેસ્ક્યુ કામગીરીમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તો મંત્રી પૂર્ણેશ મોદીએ પણ કાર્યકર્તાઓ-કલેક્ટર સાથે આ ઘટનાને લઇને વાત કરી હતી.


Related News

Loading...
Advertisement
Advertisement