મુંબઈમાં ભાજપના લઘુમતી મહિલા મોરચાના પ્રમુખ પર જાહેરમાં હુમલો

18 July 2022 12:15 PM
India Maharashtra
  • મુંબઈમાં ભાજપના લઘુમતી મહિલા મોરચાના પ્રમુખ પર જાહેરમાં હુમલો

પાર્ટીના કાર્યકરો જ હુમલાખોર હોવાનો મહિલાના પતિનો શક: અગાઉ પત્નીએ ફરિયાદ કરેલી

મુંબઈ તા.18 : મુંબઈમાં ગઈકાલે રાત્રે ભાજપની મહિલા નેતા સુલતાના ખાન પર હુમલો થયો હતો. સુલતાના ખાન પર ધારદાર હથિયારથી હુમલો થયો હતો. આ હુમલા માટે મહિલાના પતિએ પાર્ટીના જ કાર્યકર્તાઓ પર શંકા વ્યક્ત કરી હતી, ખરેખર તો કેટલાક દિવસો પહેલા સુલતાનાએ લેખિતમાં પાર્ટીના આલા અધિકારીઓને ફરિયાદ કરી હતી. જો કે હુમલાખોર કોણ હતા, આ બારામાં કોઈ જાણકારી બહાર નથી આવી.

સુલતાના ભાજપના લઘુમતી મોરચાના મહિલા પ્રદેશ અધ્યક્ષ છે. તે રવિવારે પોતાના પતિ સાથે ડોકટર પાસે જઈ રહી હતી ત્યારે મીરા રોડ પાસે બે બાઈક સવારોએ તેની ગાડી રોકીને સુલતાના પર હુમલો કર્યો હતો. તે દરમિયાન તેના પતિએ હુમલાખોરોનો સામનો કર્યો હતો. બાદમાં ભારે ભીડ ભેગી થઈ ગઈ હતી. બાદમાં સુલતાનાને સારવાર માટે હોસ્પિટલે દાખલ કરાઈ હતી, પોલીસે મામલાની તપાસ શરૂ કરી છે.


Related News

Loading...
Advertisement
Advertisement