વરસાદને પગલે વડોદરામાં રસ્તા પર મગરોના આંટાફેરા વધ્યા!

18 July 2022 03:39 PM
Vadodara Gujarat
  • વરસાદને પગલે વડોદરામાં રસ્તા પર મગરોના આંટાફેરા વધ્યા!

રસ્તો ક્રોસ કરતી મગર જોઈ બે બાઈક સવારો ઉભા રહી ગયાનો વીડિયો વાયરલ

વડોદરા તા.18
ચોમાસાની શરૂઆત થતા જ વડોદરામાં હવે માર્ગો પર મગરો દેખા દઈ રહ્યા છે. હાલમાં જ વડોદરાના જાંબુવા વિસ્તારનો મનાતો એક વીડિયો વાઈરલ થયો છે જેમાં મહાકાય મગરને રસ્તો ક્રોસ કરતા જોઈને બાઈક ચાલકો ઉભા રહી ગયા હતા.

આ વીડિયોમાં 12થી 14 ફૂટનો એક મહાકાય મગર રસ્તો ક્રોસ કરીને રસ્તાની એક તરફ પાણીના મોટા ખાબોચિયા તરફ જતો જોવા મળે છે મગરને રસ્તો ક્રોસ કરતો જોઈ એ બાઈક ચાલકો બાઈકને બ્રેક મારીને ઉભા રહી જાય છે.

આ વીડિયો વાયરલ થયા બાદ સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છે કારણ કે અહીં વિશ્વામિત્રી નદીની સાથે સાથે ઢાઢર નદીમાં પણ મગરો વસવાટ કરે છે. ચોમાસાને પગલે વડોદરામાં હવે રસ્તા પર મગરો આંટા મારતા જોવા મળે છે, ઉલ્લેખનીય છે કે બે દી’ પહેલા કારેલી બાગમાં મગરે દેખા દીધી હતી.


Related News

Loading...
Advertisement
Advertisement