સ્ટડી મસ્ટ ગો ઓન: રૂપિયો નબળો પડવા છતાં વિદેશમાં અભ્યાસ માટે જવાનો ક્રેઝ યથાવત

21 July 2022 11:42 AM
India Maharashtra
  • સ્ટડી મસ્ટ ગો ઓન: રૂપિયો નબળો પડવા છતાં વિદેશમાં અભ્યાસ માટે જવાનો ક્રેઝ યથાવત

કોવિડ કાળમાં લાગેલી બ્રેક ખુલ્યા બાદ ફુગાવો-ડોલર સામે ગગડતા ભારતીય ચલણથી વિદેશ અભ્યાસ ખર્ચ વધ્યો

મુંબઈ: વૈશ્વીક ચલણ ડોલર સામે ભારતીય રૂપિયો હાલ પાણી-પાણી થઈ રહ્યો છે અને સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં પ્રથમ વખત પ્રતિ ડોલર રૂપિયાની કિંમત 80થી પણ નીચે જશે અથવા આ સપાટી આસપાસ જ રહેશે તેવું માનવામાં આવે છે. જેના કારણે એક તરફ આયાત મોંઘી બની છે અને નિકાસકારો માટે સ્પર્ધાત્મક બજારની સ્થિતિ બની શકે છે પણ વિદેશ પ્રવાસ મોંઘો બનશે.

ખાસ કરીને દેશ માટે વિદેશમાં અભ્યાસ કરવા જતા લાખો વિદ્યાર્થીઓના માતા-પિતા માટે ચિંતા હશે. વિદેશમાં ડોલર પેમેન્ટ માટે હવે બજેટ વધારવા પડશે. જો કે તેમ છતાં વિદેશમાં અભ્યાસનું જે આકર્ષણ તથા સારા ભવિષ્યની તક છે તે આ રૂપિયાની નબળાઈ રોકી શકશે નહી. કારણ કે વિદેશમાં શિક્ષણ તથા રોજગારીની જે તક છે તે ભારતમાં ટોચની શૈક્ષણિક સંસ્થાઓ સિવાય ઉપલબ્ધ નથી. દેશમાં કોવિડ કાળ બાદ ફરી એક વખત ઉચ્ચ શિક્ષણનો ક્રેઝ તેના પ્રિ-કોવિડ સ્તર સુધી પહોંચવા લાગ્યા છે અને ખાસ કરીને કોવિડ કાળમાં જેઓ વિદેશ અભ્યાસ માટે જઈ શકયા ન હતા તેમાં હવે ફરી તેમની ‘ઉડાન’ કરવા તૈયાર છે.

2021 વર્ષ બાદ આ વર્ષે એપ્રિઅલ માસથી વિદેશમાં અભ્યાસ કરવા વિદ્યાર્થીઓની સંખ્યા ડબલ થઈ છે અને વિદેશ અભ્યાસ માટે લોન મંજુરીમાં ડબલ જેવી થઈ ગઈ છે. વિદેશ અભ્યાસ માટે જવામાં અમેરિકા જનારાની સંખ્યા 60% જેટલી છે. જયારે અન્ય દેશોમાં બ્રિટન, કેનેડા, સિગારેટ અને યુરોપના દેશો આવે છે. ખાસ કરીને વિશ્વમાં સૌથી ઝડપી રીકવરી અમેરિકામાં આવી છે અને જોબ-માર્કેટ સતત સ્કીલની માંગણી કરે છે.


Related News

Loading...
Advertisement
Advertisement