કેજરીવાલનો સિંગાપુર પ્રવાસ હજુ અનિશ્ચિત પણ સુરતના મેયર જશે

23 July 2022 05:04 PM
Surat Gujarat
  • કેજરીવાલનો સિંગાપુર પ્રવાસ હજુ અનિશ્ચિત પણ સુરતના મેયર જશે

સુરતના મેયર હેમાલી ગોધાવાલાને શિંગાપુરના વર્લ્ડ સીટી સમીટમાં હાજર રહેવા આમંત્રણ અપાયુ છે. હાલમાં જ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આ સમીટમાં હાજર રહેવા માટે આમંત્રણ મળ્યું હતું પરંતુ તેમનો સિંગાપુર પ્રવાસ દિલ્હીના ઉપરાજયપાલે નકારી કાઢયો હતો.

હવે કેજરીવાલે વિદેશ મંત્રાલય સમક્ષ આ પ્રવાસ માટે મંજુરી માંગી છે તે વચ્ચે સુરતના મેયર હેમાલી બોઘાવાલાને પણ સિંગાપુરની સમીટમાં દવા માટે આમંત્રણ મળતા તેઓ આ સમીટમાં ભાગ લેશે.

વાસ્તવમાં દિલ્હીના ઉપરાજયપાલની દલીલ છે કે આ સમીટ મેયર કક્ષાની છે અને તેમાં અરવિંદ કેજરીવાલની હાજરી જરૂરી નથી. સૂત્રોના જણાવ્યા મુજબ હેમાલી બોઘાવાલા સુરતનું મોડેલ સિંગાપુર સમીટમાં રજુ કરશે.


Related News

Loading...
Advertisement
Advertisement