ડાયાબીટીસ, કેન્સર, હૃદયરોગની દવાઓ 70% સસ્તી બની જશે

25 July 2022 10:39 AM
Health India
  • ડાયાબીટીસ, કેન્સર, હૃદયરોગની દવાઓ 70% સસ્તી બની જશે

સરકાર આ રોગોના ઈલાજમાં પ્રાથમિક આવશ્યક દવાઓની કિંમતો ખાસ નિયમન હેઠળ લાવશે

નવી દિલ્હી: સ્વતંત્રતા દિને કેન્દ્રની મોદી સરકાર દેશના લોકોને એક ખાસ રાહત આપશે. સરકાર કેન્સર, ડાયાબીટીસ અને હૃદયના રોગો સાથે જોડાયેલી અને જે દવાઓ જીવન બચાવવા માટે તથા આવશ્યક દવાઓની યાદીમાં આવે છે. તે દવાઓ 70% જેટલી સસ્તી બનાવવા જઈ રહી છે જેનાથી આ પ્રકારના રોગમાં દર્દીઓને મોટી રાહત મળશે.

વાસ્તવમાં એક સમયે ‘રાજરોગ’ ગણાતા એટલે કે બહું શ્રીમંતોને લાગુ પડતો ડાયાબીટીસનો રોગ આજે વ્યાપક બની ગયો છે અને એક વખત આ રોગ લાગુ પડી જાય પછી તેનો ઈલાજ નથી. ફકત તે કંટ્રોલમાં રહે તે મહત્વનું છે. આ ઉપરાંત દેશમાં કેન્સરના દર્દીઓ વધી રહ્યા છે અને ડાયાબીટીસ વિ. કારણે હૃદયરોગ કે તેવી બિમારી પણ વધી છે.

સરકાર હવે ખાસ પ્રસ્તાવમાં આ દવા 70% જેટલી સસ્તી થાય તે જોવા જઈ રહ્યું છે. બે વર્ષ પુર્વે ડ્રગ રેગ્યુલેટર દ્વારા કેન્સરની 41 દવાઓ જે 526 બ્રાન્ડ હેઠળ વેચાતી હતી તેને ડ્રગ-પ્રાઈઝ કંટ્રોલ હેઠળ લાવી તે 90% સસ્તી કરી હતી.

સરકાર હવે આવશ્યક દવાઓની યાદી બદલીને ડાયાબીટીસ, કેન્સર, હૃદયરોગના ઈલાજમાં જે દવાઓની પ્રાથમીક રીતે જરૂર પડે છે તેને હવે આવશ્યક દવાઓની યાદીમાં સામેલ કરશે જેથી તેનો નફો મર્યાદીત 8 થી 15% કરવા કંપનીઓને ફરજ પડશે. જે હાલ 100% જેવો છે.


Related News

Loading...
Advertisement
Advertisement