શુક્રવારે સુરતમાં યોજાશે મહારક્તદાન કેમ્પ

25 July 2022 12:25 PM
Surat
  • શુક્રવારે સુરતમાં યોજાશે મહારક્તદાન કેમ્પ

* સૌરાષ્ટ્રના છોટે સરદાર સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાની તૃતીય વાર્ષિક પુણ્યતિથી નિમિત્તે

* સુરભી ગ્રુપ, ખોડલધામ સમિતી, જામકંડોરણા-જેતપુર તાલુકા અને રાદડીયા પરિવાર દ્વારા આયોજન

(સાગર સોલંકી-ધર્મેન્દ્ર
બાબરીયા દ્વારા)
ધોરાજી,તા. 25
સૌરાષ્ટ્રના છોટે સરદાર, ખેડૂત નેતા તેમજ પૂર્વ સાંસદ સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાની તૃતિય વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે આગામી તા. 29ને શુક્રવારનાં બપોરના 4 કલાકે કોમ્યુનીટી હોલ,સરથાણા જકાતનાકા સુરત ખાતે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.સુરભી ગ્રુપ, ખોડલધામ સમિતી સુરત, જામકંડોરણા તાલુકા પરિવાર જેતપુર તાલુકા પરિવાર તેમજ સમસ્ત રાદડીયા પરિવાર દ્વારા યોજાનારા આ મહારક્તદાન કેમ્પમાં સૌરાષ્ટ્ર લેઉઆ પટેલ સમાજ યુવા ટીમ, સરદારધામ-સુરત મારુતિ વીર જવાન ટ્રસ્ટ લોક સમર્પણ-બ્લડ બેંક સુરત, મુસ્કાન ચેરીટેબલ ટ્રસ્ટ,કર્મવીર સમિતિ સુરત,નેશનલ યુવા સંગઠન, ટાઈગર ફોર્મ, પી.પી.સવાણી ગ્રુપ, ગ્રીન આર્મી સુરત, મોટી મોણપરી સોશિયલ ગ્રુપ, ધોરાજી તાલુકા પરિવાર સુરત, ઉપલેટા તાલુકા પરિવાર સુરત, જસદણ તાલુકા પરિવાર સુરત, સુદામા ચેરીટેબલ ટ્રસ્ટ સુરત, મોજેમોજ રોજેરોજ ગ્રુપ સુરત, સ્વામી વિવેકાનંદ યુવક મંડળ તેમજ ડો.કે.બી. ડોબરીયા, હરીભાઈ ચોવટીયા (બંગા), લલીતભાઈપાઘડાર, સુરેશભાઈ ધામેલીયા, પરેશભાઈ રાણપરીયા, સંજયભાઈ પટોડીયા, પ્રતીકભાઈરાદડીયા, ગીરીશભાઈ રાદડીયા, કે.કે.કથીરીયા, કેતન બાલધા, મલય પટેલ, સંજયભાઈ ચોવટીયા, ભાવેશ કોયાણી તથા પંકજભાઈ બાલધા પોતાનું યોગદાન આપી રહ્યા છે.

સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાએ તેમનું જીવન આમજનતા ખેડૂતો, ગરીબો, તેમજ ગૌસેવા કાજે સમર્પિત કર્યું હતું.જીવનના છેલ્લા શ્ર્વાસ સુધી તેઓએ લોકસેવાના કાર્યો કર્યા હતા. આ મહારક્તદાન કેમ્પમાં રક્તદાન કરી રક્તદાતાઓ શ્રધ્ધાંજલી અર્પિત કરશે. આ મહારક્તદાન કેમ્પમાં રક્તદાન કરવા માટે રક્તદાતાઓને ઉમટી પડવા અપીલ કરવામાં આવી છે.


Loading...
Advertisement
Advertisement