કોરોના બાદ હવે ફેલાતો જતો મંકીપોકસ: મેકિસકોમાં 60 જેટલા કેસ નોંધાયા

27 July 2022 12:46 PM
Health India
  • કોરોના બાદ હવે ફેલાતો જતો મંકીપોકસ: મેકિસકોમાં 60 જેટલા કેસ નોંધાયા

વિશ્વમાં હાલ મંકીપોકસના 16000 કેસ: પાંચના મોત

નવી દિલ્હી તા.27 : દુનિયા હજુ કોરોનાથી નથી છૂટી ત્યાં મંકી પોકસ વાયરસે પગ પસારવા માંડયા છે, અલબત, આ વાયરસ કોરોના જેટલો ઘાતક નથી. મેકિસકોમાં મંકીપોકસના 60 જેટલા કેસની પુષ્ટિ થઈ છે. જો કે હજુ સુધી મેકસીકોમાં મંકીપોકસથી મોતનો બનાવ નથી બન્યો. આ માહિતી મેકસીકોના રોકથામ અને સ્વાસ્થ્ય સંવર્ધન અવર સચિવ હ્યુગો લોપેજ- ગૈટલે મંગળવારે આપી હતી.

લોપેજે જણાવ્યું હતું કે માત્ર પાંચ કે છ લોકોને જ હોસ્પીટલમાં દાખલ કરાયા છે. કારણ કે તેમાં ગંભીર લક્ષણ જોવા મળ્યા હતા પણ તેઓ બધા લગભગ 21 દિવસમાં સ્વસ્થ થઈ ગયા હતા. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા જાહેર નવા આંકડા અનુસાર 75 દેશો અને ક્ષેત્રોમાં 16000 થી વધુ મંકી પોકસના કેસ બહાર આવ્યા છે અને પાંચના મોત થયા છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને શનિવારે મંકી પોકસના પ્રકોપને નઆંતરરાષ્ટ્રીય ચિંતાની જાહેર સ્વાસ્થ્ય કટોકટીથ જાહેર કરી હતી.મંકી પોકસ સ્મોલપોકસ જેવો જ એક વાયરલ ઈન્ફેકશન છે, જે ઉંદર અને ખાસ કરીને વાનરથી માણસમાં ફેલાય છે.


Related News

Loading...
Advertisement
Advertisement