5Gની હરાજી થઈ : પહેલા દિવસે1.45 લાખ કરોડની બોલી બોલાઈ

27 July 2022 04:22 PM
India Technology
  • 5Gની હરાજી થઈ : પહેલા દિવસે1.45 લાખ કરોડની બોલી બોલાઈ

* 5-જીથી બદલી જશે મોબાઈલની દુનિયા

* સપ્ટેમ્બર સુધીમાં જામનગર સહિત અમદાવાદ, ગાંધીનગર, દિલ્હી, ચેન્નાઈ વગેરે શહેરોમાં શરૂ થશે 5-જી સુવિધા

નવીદિલ્હી તા.27
આગામી દિવસોમાં મોબાઈલની દુનિયા બદલી જશે. ગઈકાલે મંગળવારે 5-જીની હરાજીના પહેલા દિવસે 1.45 લાખ કરોડની બોલી મળી હતી, રિલાયન્સ જિયો, એરટેલ, વોડા-આઈડિયાની સાથે સાથે અદાણી સમૂહે પણ બોલીઓ લગાવી હતી. પ્રથમ ચરણમાં સપ્ટેમ્બર સુધીમાં આ 5-જી સેવા શરૂ થઈ જવાની સંભાવના છે.

આ શહેરોથી થશે શરૂઆત
5-જી સેવા અમદાવાદ, બેંગ્લુરુ, ચંડીગઢ, ચેન્નાઈ, દિલ્હી, ગાંધીનગર, ગુરુગ્રામ, હૈદરાબાદ, જામનગર, કોલકતા, લખનૌ, મુંબઈ અને પુણેમાં 5-જી સેવાની શરૂઆત થશે.

શું છે 5-જી સેવા
5-જીની સ્પીડ 4-જીથી 10 ગણી વધુ છે. 4-જી નેટવર્કની જયાં સરેરાશ 45 એમબીપીએસ સ્પીડ હોય છે ત્યાં 5-જીની સ્પીડ વધીને અધધધ 1000 એમબીપીએસ સુધી પહોંચી જશે. 4-જી નેટવર્ક પર એક ફિલ્મ ડાઉનલોડ કરવામાં જયાં 6 મિનિટ લાગે છે તે 5-જી નેટવર્કમાં માત્ર 20 સેક્ધડ લાગશે.

ભારતને મળશે ફાયદો
સરકારી સેવાઓના સ્તરે રિયલ ટાઈમ અનેક જારકારી મળશે. સ્વાસ્થ્ય સેવાઓના બારામાં ક્રાંતિકારી પરિવર્તન આવી શકશે, રોબોટીક સર્જરી પણ થઈ શકશે. ઓનલાઈન એજયુકેશનના ક્ષેત્રમાં પણ મોટું પરિવર્તન જોવા મળશે. કૃષિ, લોજિસ્ટિકસ અને ઈન્ફ્રાસ્ટ્રકચરમાં પણ ઝડપથી વિકાસ સંભવ થશે.

દુનિયામાં 5-જી સુવિધાયુકત શહેરો ચીનમાં 356, અમેરિકામાં 296, ફિલીપાઈન્સમાં 98, દક્ષિણ કોરિયામાં 85 અને કેનેડામાં 84 શહેરોમાં 5-જી સુવિધાથી સંપન્ન છે.


Related News

Loading...
Advertisement
Advertisement