ધનવાનનો ઈજારો માત્ર પુરુષોનો નથી: રોશની નાદર ભારતની સૌથી અમીર મહિલા

28 July 2022 11:54 AM
India Woman
  • ધનવાનનો ઈજારો માત્ર પુરુષોનો નથી: રોશની નાદર ભારતની સૌથી અમીર મહિલા

રોશની 84,330 કરોડની સંપત્તિ સાથે દેશની ટોચની ધનવાન મહિલા

મુંબઈ તા.28
આજના યુગમાં મહિલા દરેક ક્ષેત્રમાં આગળ વધી છે, મહિલા ધનવાનોની યાદીમાં આવવા લાગી છે. જેમાં એચસીએલ ટેકનોલોજીની ચેર પર્સન રોશની નાદર મલ્હોત્રા ભારતની સૌથી ધનવાન મહિલા બની છે. વર્ષ 2021માં તેની કુલ સંપતિ 54 ટકા વધીને 84,330 કરોડ રૂપિયા થઈ ગઈ છે. 40 વર્ષીય રોશની નાદર મલ્હોત્રા એચસીએલ ટેકનોલોજીસના સ્થાપક શિવ નાદરની પુત્રી છે.

કોટક પ્રાઈવેટ બેન્કીંગ હરુમ સૂચિ અનુસાર નિવેશ બેન્કીંગની નોકરી છોડીને લગભગ એક દાયકા પહેલા સૌંદર્ય બ્રાન્ડ નાયકા શરૂ કરનાર ફાલ્ગુની નાયર 57,520 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે દેશની બીજા ક્રમની ધનવાન છે.

બુધવારે જાહેર રિપોર્ટ અનુસાર, 59 વર્ષીય નાયરની સંપત્તિમાં 2021 દરમિયાન 963 ટકાનો વધારો થયો હતો. જયારે બાયોકોનની કિરણ મઝૂમદાર શો’ની કુલ સંપત્તિ 21 ટકા ઘટીને 29,030 કરોડ રૂપિયા થઈ ગઈ છે. તે દેશની ત્રીજા સૌથી ધનવાન મહિલા છે. આ યાદીમાં 100 એવી મહિલાઓને સામેલ કરાઈ છે જે ભારતમાં જન્મી-ઉછરી છે અને સક્રિય રીતે બિઝનેસને સંભાળી રહી છે.

ભોપાલ સ્થિત જેટસેગોની 33 વર્ષની કનિકા ટેકરીવાલ આ યાદીમાં સૌથી નાની વયની ધનવાન છે. યાદીમાં ત્રણ વ્યવસાયિક મેનેજર પેટિસકો સાથે જોડાયેલી ઈન્દિરા નુઈ, એચડીએફસીની રેણુ સુદ કર્નાડ અને કોટક મહિન્દ્રા બેંકની શાંતિ એકંબરમ પણ છે.

ટોપ-100 અમીર મહિલાઓમાં સૌથી વધુ 25 દિલ્હીની
ભારતની સૌથી ધનવાન મહિલા તરીકે એચસીએલ ટેકનોલોજીની ચેરપર્સન રોશની નાદર મલ્હોત્રા જાહેર થઇ છે જ્યારે ટોપ-100 ધનવાન મહિલાઓની યાદી પર નજર કરવામાં આવે તો દિલ્હીની મહિલાઓ સૌથી આગળ છે.

દિલ્હી એનસીઆરની 25 મહિલાઓ આ લીસ્ટમાં સામેલ છે જ્યારે મુંબઈની 21 અને હૈદરાબાદની 12 મહિલાઓ આ લીસ્ટમાં સ્થાન દરાવે છે. ઉદ્યોગ વાઇઝ જોવામાં આવે તો ટોચની 100 અમીર મહિલાઓમાં 12 દવા ક્ષેત્રમાં વ્યવસાય કરે છે, જ્યારે 11 આરોગ્ય વિભાગમાં અને 9 ક્ધઝયુમર ક્ષેત્રમાં વ્યવસાય ધરાવે છે.


Related News

Loading...
Advertisement
Advertisement