નવુ જોખમ : કોરોના અને સ્વાઇન ફલુ બન્નેનું એકસાથે સંક્રમણ : બે કેસ મળ્યા

29 July 2022 11:22 AM
Vadodara Gujarat Top News
  • નવુ જોખમ : કોરોના અને સ્વાઇન ફલુ બન્નેનું એકસાથે સંક્રમણ : બે કેસ મળ્યા

વડોદરા,તા. 29 : ગુજરાતમાં કોરોનાના કેસોની સંખ્યા વધવા લાગી હોવાથી સરકાર અને લોકો સાવધ બનવા લાગ્યા છે ત્યારે કોરોના અને સ્વાઇન ફલુના સંક્રમણ એકસાથે લાગ્યા હોવાના બે કિસ્સા માલુમ પડતા તબીબો પણ સ્તબ્ધ બન્યા છે અને લોકોને વધુ એલર્ટ રહેવાની તાકીદ કરવામાં આવી છે. કોરોના અને સ્વાઇન ફલુ બંનેનું સંક્રમણ એકસાથે લાગ્યું હોય તેવા બે કેસો વડોદરામાં બહાર આવ્યા છે.

કોરોનાથી સંક્રમીત બે મહિલાઓને તપાસ દરમિયાન સ્વાઇન ફલુ હોવાનું પણ ખુલ્યુ હતું. છેલ્લા અઢી વર્ષના કોરોના કાળ દરમિયાન પ્રથમ વખત આવા કેસ બહાર આવ્યા છે. કોરોના કાળમાં સ્વાઇન ફલુના ખાસ કેસો માલુમ પડ્યા ન હતા પરંતુ આ વખતે કોરોનાની સાથોસાથ સ્વાઇન ફલુ પણ માથુ ઉંચકી રહ્યો છે. વડોદરાની વાત કરવામાં આવે તો ગત વર્ષે સ્વાઇન ફલુના માત્ર 16 કેસ નોંધાયા હતા.

જે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 87 થઇ ગયા છે. ખાસ કરીને 15 જૂન પછી સંક્રમણ વધી ગયું છે. સ્વાઇન ફલુ અને કોરોના બંનેનો ચેપ હોય તેવા બેમાંથી એક કેસમાં દર્દીનું મોત થયું હતું. આ દર્દીને શ્વાસની બિમારી હતી અને સારવાર દરમિયાન જ મૃત્યુ પામ્યા હતા. કોરોનાગ્રસ્ત આ દર્દીનો સ્વાઇન ફલુ રિપોર્ટ પણ પોઝિટીવ આવ્યો હતો.


Related News

Loading...
Advertisement
Advertisement