સુરતના ભાગતળાવના યુવકને તપાસ એજન્સીએ ફરી પુછપરછ માટે બોલાવ્યો

01 August 2022 06:06 PM
Surat
  • સુરતના ભાગતળાવના યુવકને તપાસ એજન્સીએ ફરી પુછપરછ માટે બોલાવ્યો

દેશવિરોધી પ્રવૃતિમાં સુરતનો યુવક સંડોવાયેલો? : યુવકની પુછપરછમાં મોટા ખુલાસા થવાની સંભાવના

સુરત તા.1 : દેશ વિરોધી પ્રવૃતિની શંકાના આધારે તપાસ એજન્સી એનઆઈએ-એટીએસએ સુરતના ભાગા તળાવ વિસ્તારમાંથી એક શકમંદ શખ્સની અટકાયત કરી હતી, જેની 11 કલાક પુછપરછ બાદ છોડી મુકવામાં આવ્યા બાદ ફરિવાર આ શખ્સને પુછપરછ માટે બોલાવવામાં આવ્યો છે.

દેશ વિરોધી પ્રવૃતિની શંકાએ એનઆઈએ અને ગુજરાતની એટીએસની ટીમ દ્વારા સુરત, નવસારી, ભરુચ અને અમદાવાદમાં ધામા નાખવામાં આવ્યા હતા. જેમાં સુરતના ભાગા તળાવ વિસ્તારમાંથી અબ્દુલ જલીલ મુલ્લાહ નામના શકમંદ યુવકની અટકાયત કરાઈ હતી જેની 11 કલાક સઘન પુછપરછ કરાઈ હતી. બાદમાં યુવકને છોડી મુકવામાં આવ્યો હતો. હવે એવા અહેવાલો બહાર આવ્યા છે કે આ યુવાનને ફરી પુછપરછ માટે બોલાવવામાં આવ્યો છે. એવા પણ રિપોર્ટ આવ્યા છે જે મુજબ એજન્સીને શંકા છે કે અબ્દુલ જલીલ મુલ્લાહ દેશ વિરોધી પ્રવૃતિઓમાં સંકળાયેલો હોઈ શકે. યુવકની પુછપરછમાં મોટા ખુલાસા થઈ શકે છે.


Loading...
Advertisement
Advertisement