(કેશુભાઈ માવદીયા) માધવપુર (ઘેડ) તા.2
માધવપુર (ઘેડ) વિસ્તારમાં આવેલ પાતાઘેડ ગામે ચિંતન ઉર્ફે અદામ પોતાના ઘેર દારૂ બનાવીને વેચાણ કરતો હોય તેવી બાતમી પોલીસને મળતા રેડ પાડીને તેના કબ્જા દારૂ પાંચ લીટર તથા આથો 65 લીટર ગેસના બાટલા સહિતના સાધનો મળી આવેલ છે કુલ મુદ્દામાલ રૂ।523નો ઝડપાયો છે. આરોપીની ધરપકડ કરીને કાર્યવાહી કરવામાં આવેલ છે.
પ્રજાપતિવાસથી સોપારી સુધીનાં બંદર રોડ પર ગંદકીના ઢગલા છે.ગટરના ઢાંકણા ખુલ્લા હોવાથી વાતાવરણમાં દુર્ગધ ફેલાતા લોકોના આરોગ્ય ઉપર જોખમ ઉત્પની થયું છે. ગ્રામજનોએ સરપંચ મનુભાઈ ભુવાને રજૂઆત કરી છે. અને બાજુમાં ગાત્રાળ મંદિર હોવાથી અંગે તત્કાલ પગલાં લેવાની માંગ ગ્રામ્યજનો એ કરી છે.