આ મહિને જ લોકોને ઈન્ટરનેટની મળશે ‘બંબાટ’ સ્પીડ: રિલાયન્સ જિયો 5G નેટવર્કનું 15 ઑગસ્ટે લોન્ચીંગ કરી શકે

02 August 2022 11:30 AM
India Technology
  • આ મહિને જ લોકોને ઈન્ટરનેટની મળશે ‘બંબાટ’ સ્પીડ: રિલાયન્સ જિયો 5G નેટવર્કનું 15 ઑગસ્ટે લોન્ચીંગ કરી શકે

5જી સ્પેક્ટ્રમની હરાજીમાં રિલાયન્સ જિયોએ બાજી મારી: 1,50,173 કરોડ રૂપિયાની કુલ હરાજીમાં એકલા જિયોએ 88,078 કરોડ રૂપિયા ચૂકવી સૌથી વધુ સ્પેક્ટ્રમ પોતાના નામે કર્યા, સ્પેક્ટ્રમ ખરીદીમાં બીજા ક્રમે એરટેલ

નવીદિલ્હી, તા.2 : 5જી સ્પેક્ટ્રમની હરાજીમાં રિલાયન્સ જિયોએ બાજી મારી લીધી છે. 5જી હરાજી કુલ 1,50,173 કરોડ રૂપિયામાં થ, છે જેમાંથી એકલા જિયોએ 88,078 કરોડનું સ્પ્રેક્ટ્રમ ખરીદ્યું છે મતલબ કે 50%થી વધુના સ્પેક્ટ્રમ ઉપર જિયોએ કબજો કર્યો છે. 5જી સ્પેક્ટ્રમ હેઠળ 51236 એમએચઝેડ સ્પેક્ટ્રમની હરાજી થઈ છે. સ્પેક્ટ્રમ હરાજીમાં સૌથી વધુ બોલી રિલાયન્સ જિયો ઈન્ફોકૉમે પોતાના નામે કરી છે. રિલાયન્સે કુલ 24740 એમએચઝેડ સ્પેક્ટ્રમની હરાજી કરી છે. રિલાયન્સે 700 એમએચઝેડ, 800 એમએચઝેડ, 1800 એમએચઝેડ, 3300 એમએચઝેડ અને 26 જીએચઝેડ સ્પેક્ટ્રમ માટે બોલી લગાવી છે.

દેશમાં 5જી નેટવર્કના લોન્ચીંગનો ઈન્તેજાર લોકો આતૂરતાથી કરી રહ્યા છે. આશા વ્યક્ત કરાઈ રહી છે કે સૌથી પહેલાં જિયો પોતાના ગ્રાહકોને 5જીની ભેટ આપશે. જિયોની 5જી સર્વિસ 15 ઑગસ્ટે લોન્ચ થઈ શકે છે. આવું એટલા માટે કહી શકાય કેમ કે રિલાયન્સ જિયો ઈન્ફોકૉમના ચેરમેન આકાશ અંબાણીએ કહ્યું છે કે અમે 5જીના લોન્ચીંગ સાથે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવશું. જિયોએ 22 સર્કલ માટે 5જી સ્પેક્ટ્રમ ખરીદ્યું છે. અંબાણીએ પોતાના એક નિવેદનમાં કહ્યું કે અમારું હંમેશા માનવું રહ્યું છે કે નવી ટેક્નોલોજીઓને અપનાવીને ભારત દુનિયાની એક મુખ્ય આર્થિક શક્તિ બની જશે.

આ એ દૃષ્ટિ અને દૃઢ વિશ્વાસ હતો જેણે જિયોને જન્મ આપ્યો છે. જિયોના 4જી સેલઆઉટની ગતિ, માપદંડ અને સામાજિક પ્રભાવ દુનિયામાં બેજોડ છે અને હવે ભારતમાં જિયો 5જી ટેક્નોલોજીના ક્ષેત્રમાં નેતૃત્વ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. તેમણે કહ્યું કે અમે આખા ભારતમાં 5જી રોલઆઉટ સાથે આઝાદી કા અમૃત મહોત્સવ મનાવશે. જિયો વિશ્વસ્તરીય, સસ્તી 5જી સેવાઓ આપવા માટે કટિબદ્ધ છે. અમે એવી સેવાઓ, પ્લેટફોર્મ અને સમાધાન પ્રદાન કરશું જે ભારતની ડિઝિટલ ક્રાંતિને ગતિ આપશે અને તેમાં પણ ખાસ કરીને શિક્ષણ, સ્વાસ્થ્ય સંભાળ, કૃષિ, વિનિર્માણ અને ઈ-ગવર્નન્સ જેવા મહત્ત્વપૂર્ણ ક્ષેત્રમાં કારગત નિવડશે.

વડાપ્રધાનના ડિઝિટલ ઈન્ડિયા મિશનને સાકાર કરવામાં આ અમારું આગલું ગૌરવશાળી યોગદાન રહેશે. 5જી સ્પેક્ટ્રમની હરાજી હવે ખતમ થઈ ગઈ છે. જેમાં જિયોએ સૌથી વધુ સ્પેક્ટ્રમ પોતાના નામે કર્યા છે. બીજા નંબરે ભારતી એરટેલ છે જેણે 19867 એમએચઝેડ સ્પેક્ટ્રમની ખરીદારી કરી છે. જ્યારે વોડાફોન-આઈડિયાએ 6228 એમએચઝેડ સ્પેટ્રક્મની ખરીદારી કરી છે. દુરસંચારની દુનિયામાં પહેલીવાર પગ મુકી રહેલા અદાણી ડેટા નેટવર્કે 26જીએચઝેડ એરવેવ સ્પેક્ટ્રમ માટે બોલી લગાવીને 400એમએચઝેડ સ્પેક્ટ્રમની ખરીદારી કરી છે.


Related News

Loading...
Advertisement
Advertisement