નવી દિલ્હી,તા. 2 : વડાપ્રધાન મોદીએ આજે પોતાના બધા સોશિયલ મીડિયા પેજની ડીપી (ડિસ્પ્લે પિકચર) બદલી નાખી છે. તેમણે ડીપીમાં તિરંગાની તસવીર લગાવી છે. વડાપ્રધાને લોકોને પોતાના સોશિયલ મીડિયા પેજની ડીપીમાં તિરંગો લગાવવાની અપીલ કરી છે. પોતાના એક ટવીટમાં પીએમે જણાવ્યું છે કે બે ઓગસ્ટનો દિવસ ખાસ છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે એવા સમયે, જ્યારે આપણે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ અને દેશ હર ઘર તિરંગા અભિયાન સાથે જોડાવવા ઉત્સાહિત છે તો આપણે આપણા તિરંગા માટે સામૂહિક આંદોલનનો ઉત્સવ ઉજવવાની જરુરત છે. મેં મારા બધા સોશિયલ મીડિયા એકાઉન્ટની ડીપી બદલી નાખી છે. હું આપને પણ આમ કરવાની અપીલ કરું છું.પીએમે કહ્યું હતું કે 2 ઓગસ્ટ ઐતિહાસિક છે. આ દિવસે તિરંગાની ડિઝાઇન કરનાર પિંગલી વૈંકૈયાનો જન્મ થયો હતો.