જસદણના રોહિત ઉર્ફે મુન્નો રોજાસરાના ઘરમાંથી દારૂની 82 બોટલ ઝડપાઈ

02 August 2022 01:46 PM
Jasdan Crime
  • જસદણના રોહિત ઉર્ફે મુન્નો રોજાસરાના ઘરમાંથી દારૂની 82 બોટલ ઝડપાઈ

રૂરલ ક્રાઈમ બ્રાંચની ટીમે રૂા.21 હજારનો મુદ્દામાલ કબ્જે કરી સપ્લાયરની શોધખોળ હાથ ધરી

રાજકોટ,તા. 2 : જસદણના રોહિત ઉર્ફે મુન્નો નંદાભાઈ રોજાસરાના ઘરમાંથી રાજકોટ રુરલ ક્રાઈમ બ્રાંચે દારુની 82 બોટલ કબ્જે કરી આરોપીની ધરપકડ કરી હતી. મળતી વિગત મુજબ રેન્જ આઈજી સંદીપસિંહ અને રાજકોટ એસપી જયપાલસિંહ રાઠોડની સૂચનાથી પીઆઈ ઓડેદરાના માર્ગદર્શનમાં પીએસઆઈ એસ.જે. રાણા અને રુરલ ક્રાઈમ બ્રાંચની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે પીઆઈને મળેલી બાતમીના આધારે જસદણના આદમજી રોડ પર ભાદર નદીના કાંઠે રહેતા રોહિત ઉર્ફે મુન્નાના ઘરમાં દરોડો કરતા 20,200ની કિંમતની દારુની 82 બોટલો મળી હતી. પોલીસે દારુ કબ્જે લઇ ગુનો દાખલ કર્યો છે. અને સપ્યાલરની શોધખોળ હાથ ધરવા આરોપીની વધુ પુછપરછ કરવામાં આવી છે.


Related News

Loading...
Advertisement
Advertisement