સરકારે રેશનકાર્ડ પર કેરોસીન બંધ કરતા ગરીબ વર્ગ પરેશાન

03 August 2022 12:12 PM
Porbandar
  • સરકારે રેશનકાર્ડ પર કેરોસીન બંધ કરતા ગરીબ વર્ગ પરેશાન

રેશનકાર્ડ પર અનાજનું વિતરણ કરવા માંગ : માધવપુર (ઘેડ)ના ગ્રામ્યજનોની રાવ

(કેશુભાઈ માવદીયા) માધવપુર(ઘેડ),તા.3 : માધવપુર ઘેડ ગામે 25 હજારની વસ્તીમાં 20 હજારની વસ્તી પછાત ગરીબ મજુરી મળેતો રોટલા ખાવા મળે એવી,સ્થિતિ જીવે છે ત્યારે સરકાર તરફથી ગરીબ વર્ગના લોકોને રેશનકાર્ડ ઉપરથી કેરોસીન બંધ કરી ગરીબ બહેનોને રસોઈ બનાવતા ધુમાડામાં આંખમાં આસુ આવે તે સહનનથી થતા રેશનકાર્ડ ઉપર કેરોસીન બંધ કરી રાહતભાવથી ગેસ આપેલ અને ફકત બે વર્ષમાં કેસના સીલેન્ડરના સીધા રૂ।.1000 ઉપર ફરી મુકતા સરકારમાં બેઠેલા ભાઈઓની બહેનો ગેસનું સીલેન્ડર લેવાની રકમ ન હોય ગેસ ખરીદી નહી

ત્યારે કેરોસીન વિના દેશી ચુલાનો ઉપયોગ કરવામાં આવે છે. આથી ફરીવાર કેરોસીન કાર્ડ ઉપર રાખવાનું ચાલુ કરવામાં આવે અને ગેસ નહી ખરીદી શકતા ગરીબોના ઘરમાં ગેસના ચુલા સાથે સીલીન્ડર શોભાના ગાંઠીયા સમાન થઈ પડયા છે. તેમજ રેશનકાર્ડ ઉપર અમુક ગરીબોને અનાજ આપવાનું બંધ કરેલ છે. તે ફરીવાર આપવાનું શરૂ કરવામાં આવે એવી માધવપુર ઘેડના પછાત વર્ગની તમામ વર્ગની બહેનોમાં માંગ ઉઠી છે ત્યારે સતા ઉપર આવેલા પણ જમ્તાની મુશ્કેલી ધ્યાનમાં લેતા નથી તેથી જન્તામાં વ્યાપેલો રોશ સાથે ફરીવાર કાડે ઉપર કેરોસીન આપવા માંગ ઉઠી છે.


Loading...
Advertisement
Advertisement