બેન્કીંગ સિસ્ટમમાં રૂા.2000 ની નકલી નોટની સંખ્યા માત્ર 0.00063 ટકા

03 August 2022 12:37 PM
Business India
  • બેન્કીંગ સિસ્ટમમાં રૂા.2000 ની નકલી નોટની સંખ્યા માત્ર 0.00063 ટકા

બોગસ કરન્સી પર અંકુશ મેળવવામાં સફળતા : નાણા રાજયમંત્રીએ લોકસભામાં આપી માહિતી

નવી દિલ્હી તા.3
અર્થતંત્રને ખોખલુ કરતી બનાવટી કરન્સી નોટો પર નિયંત્રણ મેળવવામાં ભારત સરકાર સફળ રહી છે. હાલ ચલણમાં રૂા.2000 ના મુલ્યની માત્ર 0.00063 ટકા જ નકલી નોટો છે. નાણા મંત્રાલયનાં જણાવ્યા અનુસાર સરકાર નકલી નોટોના પ્રવાહને રોકવા માટે અનેક પગલા લઈ રહી છે.એનઆઈએ આવા તમામ કેસોની તપાસ કરી રહી છે. જેમાં આવી નકલી નોટોનો ઉપયોગ કરાયો હતો. જેની ઓળખ કરવી મુશ્કેલ હતી.

સરકારે લોકસભામાં માહિતી આપી હતી કે તે બેન્કીંગ સીસ્ટમમાં 2000 રૂપિયાની નકલી નોટોની સંખ્યામાં અગાઉની સરખામણીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. સરકારના જણાવ્યા અનુસાર વર્ષ 2018 થી 2020 ની વચ્ચે નકલી નોટોની સંખ્યામાં વધારો થયો હતો જેમાં હવે તે ઘઘટવાના ટ્રેંડમાં છ નાણા રાજયમંત્રી પંકજ ચૌધરીએ આપી હતી કે 2021-22 માં દેશની બેન્કીંગ સીસ્ટમમાં 2000 ના મુલ્યની 13604 નકલી નોટો પકડાઈ હતી જે ચલણમાં હાજર તમામ 2000 મુલ્યની નોટોના માત્ર 0.00063 ટકા છે. સરકારે આપેલી માહિતી મુજબ 90 ટકા નકલી નોટોમાં સુરક્ષાના તમામ સંકેતો હતા પરંતુ તેની ગુણવતા ઘણી નબળી હતી.


Related News

Loading...
Advertisement
Advertisement