સુરત તા.3: સુરતના પુના પોલીસ સ્ટેશનનાં પીએસઆઈ રૂા.1.30 લાખની લાંચ લેતા ઝડપાયા છે.સુરત એન્ટી કરપ્શન બ્યુરોએ પીએસઆઈ જયદીપસિંહ રાજપુતને લાંચ લેતા ઝડપી લીધા છે. એન્ટી કરપ્શન બ્યુરોએ આ પીએસઆઈ ઉપરાંત એક વ્યકિતની ધરપકડ કરવામાં આવી છે દારૂ પકડવાના કેસમાં આરોપીનું નામ નહી દર્શાવવા લાંચી માંગી હતી. જેમાં પીએસઆઈએ રૂા.5 લાખની માંગ કરી હતી. આ પહેલા તેણે રૂા.1 લાખ 70 હજાર લીધા હોવાનો દાવો કરાઈ રહ્યો છે. લાંચની રકમ નકકી થયા બાદ 1.70 લાખ રૂપિયા લઈ બાકીના 1.30 લાખ રૂપિયા લેતા પીએસઆઈ ઝડપાય ગયા પુના પોલીસ સ્ટેશનની સાતે જાહેર રોડ પર જ એન્ટી કરપ્ટન બ્યુરોએ છટકુ ગોઠવીને રૂપિયા લેવા આવેલા જયદીપસિંહનાં ખાનગી માણસને એન્ટી કરપ્શન બ્યુરોએ ઝડપી પાડયો હતો.