શહેરમાં 9 અને ગ્રામ્યમાં 4 વ્યકિત કોરોના સંક્રમિત: નવા કેસ યથાવત

03 August 2022 02:20 PM
Jamnagar Health
  • શહેરમાં 9 અને ગ્રામ્યમાં 4 વ્યકિત કોરોના સંક્રમિત: નવા કેસ યથાવત

વાલ્કેશ્ર્વરી નગરીમાં રહેતી બે વર્ષની બાળકીને કોરોનાની સારવાર માટે જીજી હોસ્પિટલમાં દાખલ કરાઈ

જામનગર તા.3:
જામનગર શહેર અને જિલ્લામાં આગલા દિવસ ની સરખામણીમાં કોરોના કેસ ની સંખ્યા માં થોડો વધારો નોંધાયો છે.જામનગર શહેર માં 9 પોઝિટિવ કેસ અને તે જ રીતે જામનગર ના ગ્રામ્ય વિસ્તાર માં 4 પોઝિટિવ કેસ નોંધાયો છે.જેમા એક માસૂમ બાળક, એક વિદ્યાર્થી,વગેરે નો સમાવેશ થાય છે.

જામનગર શહેર વિસ્તાર માં 396 લોકો ના કોરોના લક્ષી પરીક્ષણ કરવામાં આવ્યા હતા તેમાંથી 9 વ્યક્તિના રિપોર્ટ પોઝિટિવ મળ્યા હતા. 12 દર્દી ઓ ને કોરોના મુક્ત જાહેર કરવામાં આવ્યા હતા, અને 48 દર્દીઓ હોમ આઇસોલેશન માં અને કુલ બે દર્દી હોસ્પિટલ માં દાખલ છે. નોંધાયેલ નવ દર્દી ઓ માં બે વર્ષ ની બાળકી તેમજ 11 વર્ષ નો વિદ્યાર્થી કોરોના સંક્રમિત બન્યા છે. આ તમામ નવ દર્દીઓ ના સંપર્ક માં આવેલ વ્યક્તિઓના જરૂરી સેમ્પલો લેવાયા છે. વાલકેશ્વરી નગરી વિસ્તારમાં રહેતી બે વર્ષની બાળકીને જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી છે.

તેવી જ રીતે ગ્રામય વિસ્તાર માં 880 લોકોના કોરોનાલક્ષી પરીક્ષણ કરવામાં આવ્યા હતા. જેમાંથી ચાર વ્યક્તિના રિપોર્ટ કોરોના પોઝિટિવ મળ્યા હતા. જે માં ગોરધનપર ગામ ના 25 વર્ષ ના બે મહિલાઓ, વિજરખી ગામ નો 25 વર્ષે નો યુવાન અને પડાણા ગામ ના 26 વર્ષ ના યુવાન નો સમાવેશ થાય છે.

ગ્રામ્ય વિસ્તાર માં બે દર્દીઓ ને કોરોના મુક્ત જાહેર કરવા માં આવ્યા છે.હાલ ની સ્થિતિ એ 21 દર્દીઓ હોમ આઇસોલેશન માં અને બે દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મહાનગર પાલિકા અને જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા તમામ દર્દી ઓ ના રહેઠાણ વિસ્તારમાં આરોગ્ય વિષયક પગલાંઓ ભરવામાં આવ્યા છે.


Related News

Loading...
Advertisement
Advertisement